Petrol નું ટેન્શન દૂર કરશે Hero નું આ સ્કૂટર, 1 વાર ચાર્જ કરો અને 210 Km દોડાવો

સ્કૂટરને 600 અથવા 1300 વોટની ઇલેક્ટ્રિક મોટરના વિકલ્પ આપવામાં આવ્યા છે. જે 51.2 વોટ્સ અથવા 30 Ah ની ત્રણ લિથિયમ-આયન બેટરી સાથે આવે છે. હીરો ઈલેક્ટ્રિકના આ સ્કૂટરને સ્માર્ટફોન કનેક્ટિવિટી, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ રિમોટ સર્વેલન્સ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે.

Petrol નું ટેન્શન દૂર કરશે Hero નું આ સ્કૂટર, 1 વાર ચાર્જ કરો અને 210 Km દોડાવો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતો હવે સામાન્ય લોકોનું બજેટ બગાડવા લાગી છે કારણ કે કાર હોય કે બાઇક, તેનો ઉપયોગ હવે ઘણો મોંઘો થઈ રહ્યો છે. પરંતુ તેનો એક તોડ છે અને તેને હવે ગ્રાહકો અપનાવી રહ્યા છે, હા અમે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિક વાહનોની. તેને ખરીદવામાં જ ખર્ચ થાય છે અને પછી તમને તેના ફાયદા મળવાનું શરૂ થાય છે. તેમાં ફક્ત ઇલેક્ટ્રિક મોટર અને બેટરી હોય છે, જે વીજળીથી ચાર્જ થાય છે. આ વાહનો લાંબી રેન્જ સાથે આવે છે અને તેનું મેન્ટેનેંસ કરવું પણ ખૂબ સસ્તુ હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને Hero Electric ના Nyx-Hx ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ.

1 ટાઈમ ચાર્જ પર 210 કિમી ચાલશે
હીરો ઈલેક્ટ્રીકનું આ સ્કૂટર હાલમાં કોમર્શિયલ ઉપયોગ માટે વેચાઈ રહ્યું છે અને તેને એક વાર ચાર્જ કરવા પર 210 કિમી સુધી ચલાવી શકાય છે. આ ઈ-સ્કૂટરના ઘણા વેરિયન્ટ્સ માર્કેટમાં વેચાઈ રહ્યા છે અને તેને ખાસ કરીને ફૂડ ડિલિવરી કંપનીઓને ટાર્ગેટ કરીને રજૂ કરવામાં આવ્યું છે. હીરો ઈલેક્ટ્રીકનું કહેવું છે કે કંપનીઓ તેમની જરૂરિયાતો અનુસાર ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફેરફાર કરી શકે છે, જેમાં આગળ એક બકેટ અને પાછળ એક મોટું બોક્સ લગાવી શકાય છે.

એક્સ-શોરૂમ કિંમત રૂ. 63,900 રૂપિયા
સ્કૂટરને 600 અથવા 1300 વોટની ઇલેક્ટ્રિક મોટરના વિકલ્પ આપવામાં આવ્યા છે. જે 51.2 વોટ્સ અથવા 30 Ah ની ત્રણ લિથિયમ-આયન બેટરી સાથે આવે છે. હીરો ઈલેક્ટ્રિકના આ સ્કૂટરને સ્માર્ટફોન કનેક્ટિવિટી, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ રિમોટ સર્વેલન્સ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આ ઈ-સ્કૂટરને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે - LI, LI ER અને HS500 ER માં રજૂ કરવામાં આવ્યું છે. જેની દિલ્હીમાં શરૂઆતી કિંમત રૂ. 63,900 રૂપિયા છે, આ કિંમત ટોચના મોડલ માટે રૂ. 79,900 સુધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news