Google લાવ્યું ધાસું ટેકનોલોજી, 6 કલાકની અંદર આપશે ખાસ ALERT

ગૂગલ (Google) પોતાની ટેકનોલોજી દિવસેને દિવસે વધુ સારી કરવાના પ્રયાસમાં લાગી રહ્યું છે. હાલમાં જ કેન્સર જેવા ઘાતક બીમારીની સટીક ઓળખથી સમાચારમાં આવનાર ગૂગલ હવે એક ટેકનોલોજી લાવવામાં લાગી ગયું છે. કંપનીએ દાવો કર્યો કે, મોસમને લઈને તમને 6 કલાક પહેલા બિલકુલ સટીક જાણકારી આપવામાં આવશે. તેના માટેની અત્યાર સુધીના તમામ રિસર્ચ આશાજનક સાબિત થયા છે. 

Google લાવ્યું ધાસું ટેકનોલોજી, 6 કલાકની અંદર આપશે ખાસ ALERT

નવી દિલ્હી :ગૂગલ (Google) પોતાની ટેકનોલોજી દિવસેને દિવસે વધુ સારી કરવાના પ્રયાસમાં લાગી રહ્યું છે. હાલમાં જ કેન્સર જેવા ઘાતક બીમારીની સટીક ઓળખથી સમાચારમાં આવનાર ગૂગલ હવે એક ટેકનોલોજી લાવવામાં લાગી ગયું છે. કંપનીએ દાવો કર્યો કે, મોસમને લઈને તમને 6 કલાક પહેલા બિલકુલ સટીક જાણકારી આપવામાં આવશે. તેના માટેની અત્યાર સુધીના તમામ રિસર્ચ આશાજનક સાબિત થયા છે. 

GAY બનીને પ્રેમમાં પાગલ બનેલા આયુષ્યમાનની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું ટ્રેલર થયું રિલીઝ 

Artificial Intelligenceની મદદથી મળે છે સટીક માહિતી
હાલમાં જ Googleએ આ સપ્તાહના રોજ એક બ્લોગ પોસ્ટમાં નવા રિસર્ચને રજૂ કર્યું છે. આ રિસર્ચ અનુસાર, ગૂગલની આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) મશીન લર્નિંગની મદદથી મોસમનું પૂર્વાનુમાન લગાવવામાં બહુ જ સટીક સાબિત થઈ રહ્યું છે. રિસર્ચ કરનારાઓએ જણાવ્યું કે, કેવી રીતે તેઓએ થોડી જ મિનીટોના કેલક્યુલેશન બાદ 6 કલાકમાં થનારા વરસાદ વિશે આશંકા વ્યક્ત કરી છે. જે બાદમાં બહુ જ સટીક અને યોગ્ય નીકળી હીત. મામલા સાથે જોડાયેલ જાણકારોનું કહેવુ છે કે, જલ્દી જ ગૂગલે મોસમ (Weather forecast) નું પૂર્વાનુમાનના ક્ષેત્રમાં પગલુ રાખવા જઈ રહ્યું છે. જોકે, અત્યાર સુધી કંપનીએ હાલની ગૂગલની સેવામાં સામેલ કરી નથી. પરંતુ જલ્દી જ આખી દુનિયામાં તેની સાથે જોડોયેલ સેવા શરૂ થઈ જશે. કંપની આ સેવાને કમર્શિયલ સ્તર પર પણ લોન્ચ કરશે. મોસમ સાથે જોડાયેલા માહિતીઓથી કૃષિ જેવા ક્ષેત્રોના જબરદસ્ત ફાયદો પહોંચી શકે છે. 

Budgetથી આશા લગાવીને બેઠા છો તો ક્યાં રૂપિયા લગાવવા તે પણ જાણી લો? આ રહી કામની ટિપ્સ 

હાલના હવામાન અપડેટમાં કેમ મોડું થાય છે
ગૂગલ અધિકારીઓનું કહેવુ છે કે, હાલની પરિસ્થિતિઓમાં સેટેલાઈટથી મળનારા આંકડાઓને એક પ્રોસેસ અંતર્ગત સુપર કમ્પ્યૂટરની મદદથી પ્રોસેસ કરવામાં આવે છે. તમામ પ્રોસેસને તાલબદ્ધ રીતે પૂરી થયા અને જાણકારી મળવામાં બહુ જ મોડું થઈ જાય છે. ગૂગલનું કહેવુ છે કે, કંપની તમામ જટિસ પ્રોસેસને હટાવીને સીધા હાલમાં રડારમાંથી મળનારા આંકડાના આધાર પર સટીક માહિતી આપવામાં સક્ષમ છે. અત્યાર સુધી કરવામાં આવેલ તમામ ફોરકાસ્ટિંગ તમામ રીતે સટીક સાબિત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news