Google Pixel 6, Pixel 6 Proની તસ્વીરો લીક, ડિઝાઈનમાં છે અનેક ફેરફાર
GOOGLE PIXEL SERIES PHOTOS LEAKED: આગામી મહિનાઓમાં PIXEL 6 સિરીઝના ફોન્સ થશે લોન્ચ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ GOOGLE PIXEL સિરીઝના ફોન્સ ભલે સેલ મામલે ટોપની કેટેગરીમાં ન હોય. પરંતુ સમાચારોમાં તેમનું નામ સૌથી ઉપર રહે છે. ગૂગલની નવી PIXEL 6 સિરીઝના લોન્ચિંગને જૂજ મહિનાઓ બાકી છે. જો કે આ વચ્ચે તેની લીક્સ આવવાની શરૂ થઈ ગઈ છે. એક વીડિયો મુજબ આ અપકમિંગ સિરીઝની કેટલીક તસ્વીરો સામે આવી છે.
GOOGLE PIXEL 6 સિરીઝ ફોન્સની કેટલીક તસ્વીર ટિપ્સટર JON PROSSERના એક વીડિયોમાં જોવા મળી છે. ટિપ્સટરે યુટ્યુબ ચેનલ પર એક ડિટેઈલ્ડ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મુજબ, PIXEL 6ના ડિઝાઈનમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. જાહેર કરેલી તસ્વીરો પ્રમાણે વાત કરીએ તો આ સિરીઝના ફોન્સમાં રિયરમાં એક મોટો કેમેરો બંપ જોવા મળે છે.
સામાન્ય રીતે બાકી ફોન્સમાં કેમેરા બંપ એક ખુણામાં જોવા મળે છે. જો કે આવનારા PIXEL ફોન્સમાં સંપૂર્ણ બેકમાં કેમેરા માટે લંબચોરસ(RECTANGLE) મોડ્યુલ જોવા મળશે. PIXEL 6 અને PIXEL 6 PRO ક્યારે લોન્ચ થશે તે જાણી શકાયું નથી. જો કે કંપની સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નવા ફોન લોન્ચ કરે છે. ભારતમાં કંપનીનો છેલ્લો ફોન PIXEL 4A હતો. ટિપ્સટર મુજબ PIXEL ફોન્સના 2 કલર ઓપશન્સના 3D રેન્ડર્સ શેર કર્યા છે.
PIXEL 6ની બોડી વ્હાઈટ કલરની છે. જ્યારે PIXEL 6 PROમાં પેલ ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે. સાથે જ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ પોતાના ફોન્સમાં આ વખતે ઈનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર મળશે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે PIXEL 6 PRO શેમ્પેઈન ફિનિશિંગ સાથે પણ લોન્ચ થઈ શકે છે.
જે 3D રેંડર્સ સામે આવ્યા છે, જેમાં જાણવા મળે છે કે બંને ફોન્સમાં ખાસ અંતર કેમેરાનો હશે. રેગ્યુલર વેરિયંટમાં 2 કેમેરા હશે. જ્યારે પ્રો વેરિયંટમાં 3 કેમેરા હશે. ટિપ્સટર મુજબ PIXEL 6ના ડિઝાઈનમાં ફેરફાર એટલે કરવામાં આવ્યો કારણે કે કંપની ફોન્સમાં પોતાનું ખુદનું પ્રોસેસર આપવાની છે. મળતી માહિતી મુજબ PIXEL 6 સિરીઝમાં GS101 પ્રોસેસર આપવામાં આવશે.
કુલ વાત કરીએ તો નવા ફોન્સની ડિઝાઈન જૂના સ્માર્ટફોન કરતા વધુ અલગ જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે હથેળીના કદના સ્માર્ટફોન્માં ક્વોડ અથવા ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું હોય છે. એમાં પણ કેમેરાના સેન્સરની સાઈઝ પણ 48, 50, 64, 108 સુધીની રહે છે. જેને કારણે આજકાલના મોટા ભાગના સ્માર્ટફોનના બેકમાં વિશાળ કેમેરા બંપ જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે