Google એ આ ખાસ ફિચર્સ પર Gmail યૂઝર્સને આપી વોર્નિંગ, જાણો સમગ્ર ડિટેલ
ગૂગલ (Google) તેના કોઈ ખાસ ફિચર્સ માટે નવા નિયમ લઇને આવ્યું છે. તેના અંતર્ગત ગૂગલે જી-મેઈલ યૂઝર્સને કહ્યું કે, જો તેમણે કંપનીના નવા નિયમોને સ્વીકાર કર્યા નથી, તો જી-મેઈલના (Gmail) કેટલાક ખાસ ફિચર્સ તેમના માટે બંધ થઈ જશે
Trending Photos
નવી દિલ્હી: ગૂગલ (Google) તેના કોઈ ખાસ ફિચર્સ માટે નવા નિયમ લઇને આવ્યું છે. તેના અંતર્ગત ગૂગલે જી-મેઈલ યૂઝર્સને કહ્યું કે, જો તેમણે કંપનીના નવા નિયમોને સ્વીકાર કર્યા નથી, તો જી-મેઈલના (Gmail) કેટલાક ખાસ ફિચર્સ તેમના માટે બંધ થઈ જશે.
ગૂગલે (Google) જી-મેઇલ યૂઝર્સને સ્પષ્ટ વોર્નિંગ આપી છે કે, જો યૂઝર્સ આ નવા નિયમોને એક્સેપ્ટ નહીં કરે તો, તેમને ખાસ ફિચર્સનો ઉપયોગ કરવા મળશે નહીં.
ફિચર્સ થઈ જશે બ્લોક
એક રિપોર્ટ અનુસાર, જો ડેડલાઈન ખતમ થતા પહેલા આ નવા નિયમનો સ્વીકાર કરવામાં આવે નહીં, તો સ્માર્ટ કંપોઝ, આસિસ્ટેન્ટ રિમાઈન્ડર્સ અને ઓટોમેટિક ઈ-મેઈલ ફિલ્ટરિંગ જેવા કેટલાક કામના ફિચર્સ બ્લોક થઈ જશે.
ગૂગલે પહેલા પણ કહ્યું હતું કે, જો યૂઝર્સ નવા નિયમોને નવી સ્વીકારતા, તો તેમને જી-મેઈલ, ગૂગલ ફોટોઝ અને ગૂગલ ડ્રાઈવના કેન્ટેન્ટને ડિલીટ કરવામાં આવી શકે છે.
શેર કરવો પડશે કંપની સાથે પોતાનો ડેટા
Google એ તેના જી-મેઈલ સ્મોલ પ્રિંટને અપડેટ કર્યું છે. આ યૂઝર્સને વિકલ્પ આપે છે કે, જો તેઓ એપમાં કંઇ ખાસ ફિચર્સનો ઉપયોગ કરવાને બદલે કંપની સાથે પોતાનો ડેટા શેર કરવા ઇચ્છે છે, તો કરી શકે છે. જો યૂઝર્સ 25 જાન્યુઆરી 2021 બાદ આ ફિચર્સનો ઉપયોગ કરવા ઇચ્છે છે તો તેના માટે ગૂગલ સેટિંગમાં જઈ એક વિકલ્પ સિલેક્ટ કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે