ટ્રિપલ કેમેરાની સાથે લોન્ચ થયો Gionee K6, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

જાન્યુઆરી 2020માં, Gionee એ Steel 5 નામે 5000 mAh બેટરી સાથે એક સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. પરંતુ હવે Gionee એ 4350 mAh બેટરી અને ટ્રિપલ કેમેરાવાળો Gionee K6 લોન્ચ કર્યો છે. Gionee ફક્ત 9000 રૂપિયામાં આ સ્માર્ટફોનમાં 6 GB અને 128 GB સ્ટોરેજ આપી રહ્યું છે.

ટ્રિપલ કેમેરાની સાથે લોન્ચ થયો Gionee K6, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

નવી દિલ્હી: જાન્યુઆરી 2020માં, Gionee એ Steel 5 નામે 5000 mAh બેટરી સાથે એક સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. પરંતુ હવે Gionee એ 4350 mAh બેટરી અને ટ્રિપલ કેમેરાવાળો Gionee K6 લોન્ચ કર્યો છે. Gionee ફક્ત 9000 રૂપિયામાં આ સ્માર્ટફોનમાં 6 GB અને 128 GB સ્ટોરેજ આપી રહ્યું છે. અત્યારે આ સ્માર્ટફોન ફક્ત ચીનમાં જ ઉપલબ્ધ છે. Gionee K6 માર્કેટમાં બ્લેક અને બ્લૂ કલર ઓપ્શનમાં આવશે. 

Gionee K6 ની કિંમત RMB 799 (8,450) રૂપિયાથી શરૂ થાય છે. Gionee K6 ના RMB 799 માં 6 GB રેમ+128 GB મેમરીવાળુ મોડલ મળે છે. RMB 899 (9500 રૂપિયા)માં Gionee K6 ના 8 GB રેમ+128 GB  સ્ટોરેજ મેમરી મળે છે.

Gionee K6માં 6.2 ઇંચની HD+ સપોર્ટવાળો LCD ડિસ્પ્લે છે. આ સાથે જ આ ફોનમાં Waterdrop notch છે, જેના કટ-આઉટમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પાછળની તરફ કંપનીએ 16 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને બે Auxiliary કેમેરો આપવામાં આવ્યો છે. 

આ ફોનમાં એક Capacitive ફિંગરપ્રિંટ સ્કેનર છે. આ ફોન MediaTek Helioના પી 60 ચિપસેટથી ચાલે છે. આ ફોનમાં 4,350 mAhની બેટરી છે અને 10 વોટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં એન્ડ્રોઇડ (Android) 7.1 Nougat ઓપરેટિંગ સિસ્ટમ છે. અત્યારે આ ફોન ભારતમાં લોન્ચ કરવાની તારીખ આવી નથી. Gioneeના આ ફોનને ભારતમાં જલદી લોન્ચ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news