Facebook પોસ્ટ અને નોટ્સને Google ડોક્યુમેન્ટ્સમાં કરી શકશો ટ્રાન્સફર, જાણો આ નવા ફીચર વિશે

ફેસબુકે મોટા કામ કરી દીધા સરળ. 2020માં ફેસબુકે લોકો માટે પોતાના ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરવા માટે ફીચર ઈનેબલ કર્યું હતું. હવે જાણો આ નવા ફીચર વિશે.

Facebook પોસ્ટ અને નોટ્સને Google ડોક્યુમેન્ટ્સમાં કરી શકશો ટ્રાન્સફર, જાણો આ નવા ફીચર વિશે

નવી દિલ્લી: ફેસબુક હંમેશા પોતાના યુઝર્સ માટે કંઈકને કંઈક નવા ફિચર્સ લઈને આવતું હોય છે. તે હંંમેશા પોતાના યુઝર્સને વધારે સરળતાથી ઉપયોગી કઈ રીતે થઈ શકાય તેનું ધ્યાન રાખે છે. એજ કારણછેકે, ફેસબુક આજે દુનિયાનું સૌથી મોટું સોશલ નેટવર્ક છે.

ફેસબુકે મોટા કામ કરી દીધા સરળ. 2020માં ફેસબુકે લોકો માટે પોતાના ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરવા માટે ફીચર ઈનેબલ કર્યું હતું. હવે જાણો આ નવા ફીચર વિશે. ફેસબુક (Facebook) એ પોતાનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર પોતાની પોસ્ટ અને નોટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સ (Google Documents), બ્લોગર (Blogger) અને વર્ડપ્રેસ ડોટ કોમ (WordPress.Com)માં ટ્રાન્સફરી કરી શકશો. 2020માં ફેસબુકે લોકો માટે પોતાના ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરવા માટે ફીચર ઈનેબલ કર્યું હતું. તેના માધ્યમથી લોકો પોતાના વીડિયો (Video) અને ફોટો (Photo)ને બેકબ્લેઝ (Backblaze), ડ્રોપબોક્સ (Dropbox), ગૂગલ ફોટોઝ (Google Photos)માં ટ્રાન્સફર કરી શકતા હતા.

ફેસબુકના પ્રાઈવસી અને પબ્લિક પોલિસી (Public Policy)ના ડાયરેક્ટર સ્ટીવ સેટરફિલ્ડે કહ્યું કે લોકોની સુવિધાઓ માટે અમે ટૂલનું નામ બદલ્યું છે. હવે આ ટૂલનું નામ ટ્રાન્સફર યોર ઈન્ફર્મેશન રહેશે. અમે આ ટૂલને લોકોની પ્રાઈવસી, સિક્યોરિટી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. તેમાં તમારે ટ્રાન્સફર શરૂ કરતાં પહેલાં પાસવર્ડ ફરીવાર નાંખવો પડશે. તેનાથી તમે સુરક્ષિત રીતે ડેટા ટ્રાન્સફર કરી શકશો.

યૂઝર્સે આ ટૂલને એક્સેસ કરવા માટે ફેસબુકના સેટિંગમાં યોર ફેસબુક ઈન્ફર્મેશનમાં જવું પડશે. ત્યાં જઈને ટ્રાન્સફર યોર ઈન્ફર્મેશન પર જઈને ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે કે તે ક્યાં એક્સપોર્ટ કરવા માગો છો. અહીંયા તમને ગૂગલ ડોક્સ, વર્ડ પ્રેસ અને બ્લોગરનો વિકલ્પ મળશે. કન્ફર્મ કર્યા પછી તે ટ્રાન્સફર થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news