Facebook ની મોટી જાહેરાત, જલદી બંધ થશે આ ટેક્નોલોજી, 1 અબજથી વધુ લોકોને થશે ફાયદો
વાત જાણે એમ છે કે ફેસબુક પર આરોપ લાગ્યા હતા કે તે પોતાના ફાયદા માટે યૂઝર્સની પ્રાઈવસીનો ભંગ કરી રહ્યું છે. ત્યારબાદ પોતાની છબી સુધારવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કોઈ અન્ય વ્યક્તિ સાથે તમારી લેવાયેલી તસવીર જો અપલોડ કરવામાં આવી હશે તો હવે આ ફોટાને ફેસબુક Auto Tag નહીં કરે. ફેસબુકે આ અંગે અધિકૃત જાહેરાત કરી દીધી છે. વાત જાણે એમ છે કે ફેસબુક પર આરોપ લાગ્યા હતા કે તે પોતાના ફાયદા માટે યૂઝર્સની પ્રાઈવસીનો ભંગ કરી રહ્યું છે. ત્યારબાદ પોતાની છબી સુધારવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે. ફેસબુકે કહ્યું કે આ ફેસ રેક્ગાનાઈઝેશન ટેક્નોલોજી તે બંધ કરી દેશે અને એક અબજથી પણ વધુ લોકોના ફેસપ્રિન્ટ મીટાવી દેશે.
તમે જ્યારે પણ ફેસબુક પર કોઈ અન્ય વ્યક્તિની સાથે ખેંચવામાં આવેલો ફોટો અપલોડ કરતા હતા તો ફેસબુક તે ફોટામાં હાજર વ્યક્તિને જાતે જ ટેગ કરી દેતું હતું. ફેસબુક આ બધુ પોતાની ફેસ ડિટેક્શન ટેક્નોલોજી (Face Detection Technology) ના સહારે કરતું હતું. હકીકતમાં ફેસબુક પોતાના યૂઝર્સના ચહેરાને પોતાના સર્વર પર સ્ટોર કરી રાખે છે અને તેનો જ ઉપયોગ કરીને ફેસ ડિટેક્શન ટેક્નોલોજીની મદદથી કોઈ યૂઝરના ફોટામાં રહેલા લોકોના ચહેરાને ડિટેક્ટ કરીને ટેગ કરી દેતુ હતું. પરંતુ આ ટેક્નોલોજી પર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રાઈવસી ભંગના વિવાદને પગલે ફેસબુકે આવનારા સમયમાં તેને બંધ કરવાની જાહેરાત કરી છે.
એટલું જ નહીં ફેસબુકે પોતાના સર્વર પર રહેલા સેંકડો કરોડ ચહેરા પણ હટાવવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં ફેસબુકની આ ટેક્નોલોજી ઘણા સમયથી પ્રાઈવસી મુદ્દે વિવાદમાં હતી. કારણ કે તેના માટે ફેસબુક પોતાના સર્વર પર કરોડો ચહેરા સ્ટોર કરી રાખતું હતું અને અનેક લોકો તેને ફેસબુકના તેના યૂઝર્સની પ્રાઈવસીનો ભંગ ગણતા હતા. આ ટેક્નોલોજીના પગલે ફેસબુક પર Federal Trade Commission એ વર્ષ 2019માં 500 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો હતો. જ્યારે Face Detection Technology ના કારણે ગત વર્ષે જ અમેરિકામાં ઈલિનોઈસ પ્રાંતમાં ફેસબુકે પોતાના વિરુદ્ધ એક કેસમાં ફેસ જ્યોમેટ્રી સહિત લોકોની બાયોમેટ્રિક જાણકારીનો ઉપયોગ કરવાના કેસની પતાવટ માટે ફરિયાદકર્તાને 65 કરોડ ડોલરની ચૂકવણી કરવી પડી હતી.
ફેસબુકની આ ટેક્નોલોજીના વિરોધનું સૌથી મોટું કારણ યૂઝર્સની પ્રાઈવસીનો ભંગ અને બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન ફેસબુક પાસે હોવા અંગે હતું. જો કે ગત મહિને ફેસબુકની પૂર્વ કર્મચારી ફ્રાંસિસ હોગેને ફેસબુકના અંદરના દસ્તાવેજો લીક કરી દીધા. ત્યારબાદ ફેસબુકનો ખુબ વિરોધ થયો. આરોપ લાગ્યા કે કંપની યૂઝર્સની પ્રાઈવસી પોતાના ફાયદા માટે ઉપયોગમાં લઈ રહી છે. પોતાની આ ભૂલને સુધારવા માટે વ્યવસાયિક નામ સુદ્ધા બદલવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે