દાદરાનગર હવેલીની પેટાચૂંટણી હાર્યું ભાજપ, શિવસેનાની જીત થઈ, શું મોંઘવારી નડી ગઈ?
દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ત્રણ લોકસભા બેઠક અને 29 વિધાનસભા બેઠક પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી (gujarat byelection) હેઠળ મતદાન થયુ હતુ. જેની મતગણતરી ગઈકાલે થઈ હતી. દાદરા અને નગર હવેલી (dadra nagar haveli) લોકસભા બેઠક પર લોકસભાની પેટાચૂંટણીમાં શિવસેનાની જીત થઈ છે. આ પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર તેના જ પત્ની કલાબેન ડેલકરે જીત મેળવી છે. આ સાથે જ ડેલકર પરિવારે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. કલાબેન ડેલકર 51 હજારથી વધુ મતથી જીત્યા છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ત્રણ લોકસભા બેઠક અને 29 વિધાનસભા બેઠક પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી (gujarat byelection) હેઠળ મતદાન થયુ હતુ. જેની મતગણતરી ગઈકાલે થઈ હતી. દાદરા અને નગર હવેલી (dadra nagar haveli) લોકસભા બેઠક પર લોકસભાની પેટાચૂંટણીમાં શિવસેનાની જીત થઈ છે. આ પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર તેના જ પત્ની કલાબેન ડેલકરે જીત મેળવી છે. આ સાથે જ ડેલકર પરિવારે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. કલાબેન ડેલકર 51 હજારથી વધુ મતથી જીત્યા છે.
કલા મોહન ડેલકર શિવસેના તરફી લડ્યા હતા
દાદારા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું થોડા સમય પહેલા નિધન થયું હતું. તેમના નિધનથી આ સીટ ખાલી પડી હતી. દાદરા નગર હવેલીની સીટ પર ભાજપ અને શિવસેના વચ્ચે સીધો જંગ હતો. ભાજપે મહેશ ગાવિતને ટિકિટ આપી હતી. તો હવે દિવંગત સાંસદ મોહન ડેલકરના પત્ની કલા ડેલકરે શિવસેના તરફથી ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. એટલે કે દાદરા નગર હવેલીમાં પણ ભાજપ અને શિવસેના વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. પેટાચૂંટણીમાં 51 હજાર કરતા વધુ મતથી મોહન ડેલકરના પરિવારના સભ્યને જીત અપાવી મતદારોએ વધુ એકવાર ડેલકર પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે.
પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરને 1,18,035 મત, ભાજપના મહેશ ગાવિતને 66766 મત, કૉંગ્રેસના મહેશ ધોડીને 6,150 મત નોટામાં 5531 મત અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારને 1782 મત મળ્યા છે.
આ ચૂંટણીમાં ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા, જે ભાજપને જીત અપાવી શક્યા ન હતા. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના શિરે સમગ્ર ચૂંટણીની જવાબદારી હતી. તો ભાજપે આ બેઠક પર પ્રચાર કરવામાં કંઈ બાકી રાખ્યુ ન હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપ નેતા મનોજ તિવારીએ ચૂંટણી સભાઓ સંબોધી હતી. છતા આ દિગ્ગજ નેતાઓનો જાદુ સ્થાનિક લોકો પર ચાલ્યો ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે