Attention: તમારી ખાનગી વાતો સાંભળી રહી છે આ એપ, ભુલથી પણ ઓન ના કરો આ સેટિંગ્સ નહીંતો પડી જશો મોટી મુશ્કેલીમાં

Facebook Alert: ફેસબુક એક એવી એપ્લિકેશન છે જેનો ઉપયોગ મોટા ભાગના લોકો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જે એપ્લિકેશનનો ઉપયોગ તમે તમારા મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે કરો છો તે તમારી દરેક મુવમેન્ટ પર નજર રાખે છે અને તેનું રેકોર્ડીંગ પણ થાય છે. 

Attention: તમારી ખાનગી વાતો સાંભળી રહી છે આ એપ, ભુલથી પણ ઓન ના કરો આ સેટિંગ્સ નહીંતો પડી જશો મોટી મુશ્કેલીમાં

Facebook Alert: ફેસબુક એક એવી એપ્લિકેશન છે જેનો ઉપયોગ મોટા ભાગના લોકો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જે એપ્લિકેશનનો ઉપયોગ તમે તમારા મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે કરો છો તે તમારી દરેક મુવમેન્ટ પર નજર રાખે છે અને તેનું રેકોર્ડીંગ પણ થાય છે. ફેસબુક તમારા લોકેશનથી લઈને તમારો અવાજ પણ સાંભળે છે અને તેને રોકોર્ડ પણ કરે છે આ હિસાબથી તમને જાહેરાતો બતાવવામાં આવે છે. તમને વાંચવા અને સાંભળવામા ભલે થોડું અજુકતું લાગે પરંતુ આ એપ 24 કલાક તમારા પર નજર રાખે છે. 

જ્યારે આપણે એપલિકેશન ડાઉનલોડ કરીએ છે ત્યારે આપણે ફેસબુક જેવી એપલિકેશ્સને એવી પરમિશન આપી દઈએ છે કે જેની તેમને જરૂરત પણ હોતી નથી. આમાંથી એક ખાસ ફિચર્સ છે તેની વોઈસ રિફગ્નિશન સિસ્ટમ. આ સિસ્ટમની મદદથી આ એપ તમારી જાસૂસી કરે છે. આ ના માત્ર આપણી વાતો સાંભળે છે પરંતુ એ પણ જાણી લે છે કે તમને શું પસંદ છે અને તમે શું શોધી રહ્યાં છો.  આ જ કરણ છે કે હંમેશા તમે જે બોલો છો તે પ્રકારની જ જાહેરાતો ફેસબુક પર આવા લાગે છે.  વોઈસ રિફગ્નિશન સિસ્ટમ તમારા જીવનને સળતો બનાવે છે પરંતુ મુશ્કેલીઓ પણ ઉભી કરી શકે છે. જો તમે આનો શિકાર બનવા ના માગતા હોવ તો તમે તમારી સેટિંગ્સમાં આટલો જ ફેરફાર કરવાનો છે. 

No description available.

iPhone યૂઝર્સે શું કરવું
જો તમે iPhone યૂઝ કરો છો તો તમારા ફાનના Settingsને ઓપન કરો અમે ફેસબુક એપને ઓપન કરો. ત્યાર પછી માઈક્રો ફોનના ઓપ્શન પર જઈને તેના ટોગલને બંદ કરો. આ સિવાય અન્ય એપના માઈક્રોફોનને બંધ કરવા માટે સેટિંગ્સ એપ પર ક્લિક કરો પછી 'Privacy & Security' ઓપ્શન પર જાઓ અને માઈક્રોફોન પર ટેપ કરો. આ લિસ્ટમાં દરેક એપ્સ જોવા મળશે જેને તમે માઈક્રોફોનની પરમિશન આપી રાખી છે. 

Android યૂઝર્સ શું કરે 
સૌથી પહેલા Settings માં જાઓ પછી સ્ક્રોલ કરીને Personal પર ક્લિક કરો ત્યાર પછી પ્રાઈવસી અને સેફ્ટી પર ક્લિક કરો અને એપ પરમિશનનો ઓપ્શન ખોલો ત્યાં માઈક્રોફોન પર જઈને ફેસબુકને સર્ચ કરો. ફેસબુક પર જઈને માઈક્રોફોન ઓપ્શન પર ક્લિક કરો અને ટર્ન ઓફ કરી દો. આટલું કર્યા પછી ફેસબુક તમારી વાત સાંભળી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news