18,000mAh ની બેટરીવાળો સ્માર્ટફોન જલદી થશે લોન્ચ, જાણો અન્ય ખૂબીઓ
આ વર્ષે ઘણા એવા સ્માર્ટફોન આવવાના છે જેના ફીચર્સ વિશે જાણીને તમે ચોંકી જશો. બેટરી બનાવનાર કંપની Energizer એ બાર્સિલોનામાં આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં 26 સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા, ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 18,000mAhની બેટરી જેવા ફીચર્સ હશે. કંપની દરેક સેગમેંટમાં સ્માર્ટફોન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: આ વર્ષે ઘણા એવા સ્માર્ટફોન આવવાના છે જેના ફીચર્સ વિશે જાણીને તમે ચોંકી જશો. બેટરી બનાવનાર કંપની Energizer એ બાર્સિલોનામાં આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં 26 સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા, ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 18,000mAhની બેટરી જેવા ફીચર્સ હશે. કંપની દરેક સેગમેંટમાં સ્માર્ટફોન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ-2019માં કંપની Ultimate U620S Pop અને U630S Pop બે સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. લીક સમાચારો અનુસાર બંને સ્માર્ટફોનમાં ડુઅલ સેલ્ફી કેમેરા હશે જે પોપ-અપ કેમેરાની માફક કામ કરશે. જાણકારી અનુસાર U630S Pop માં ત્રણ રિયર કેમેરા, 16MP+ 5MP+2MP હશે.
સ્પેસિફેકેશન્સની વાત કરીએ તો રેમ 6જીબી અને ઇન્ટરનલ મેમરી 128 જીબી હશે, આ ઉપરાંત Power Max P16K Pro ને પણ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનની બેટરી 16,000mAh હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે