WBમાં આ રીતે આગળ વધી રહી છે BJP, શા માટે CM મમતા લઇ રહી છે સીધી ટક્કર
પશ્ચિમ બંગાળની સૌથી ચર્ચિત ચિટફંડ અને રોજવેલી કૌભાંડની તપાસ કરી રહેલી કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (સીબીઆઇ)ના અધિકારીઓને મમતા બેનર્જીની પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. ભાજપનો દાવો છે કે પ્રધાનમંત્રક્ષી નરેન્દ્ર મોદીની રેલીમાં ઉમટેલા ટોળાથી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી હેરાન થઇ ગઇ છે.
Trending Photos
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના રાજકારણે ત્રણ ફેબ્રુઆરી, 2019ની તારીખથી પોતાનું સ્થાન બનાવી લીધું છે. જ્યારે-જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના સંબંધની ચર્ચા થશે ત્યારે આ તારીખને યાદ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની સૌથી ચર્ચિત ચિટફંડ અને રોજવેલી કૌભાંડની તપાસ કરી રહેલી કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (સીબીઆઇ)ના અધિકારીઓને મમતા બેનર્જીની પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. ભાજપનો દાવો છે કે પ્રધાનમંત્રક્ષી નરેન્દ્ર મોદીની રેલીમાં ઉમટેલા ટોળાથી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી હેરાન થઇ ગઇ છે. કોલકાતાના એક સ્થાનિક રાજકીય વિશ્લેષક પણ માને છે કે પીએમ મોદીના હાલના પશ્ચિમ બંગાળના પ્રવાસ પર આયોજીત રેલીઓમાં અનપેક્ષિત ભીડ હતી. ત્યારે, મમતા બેનર્જીનું કહેવું છે કે હાલમાં જ કોલકાતામાં આયોજીત વિપક્ષની રેલીના કારણે પીએમ મોદી તપાસ એજન્સીઓ દ્વારા તેમને હેરાન કરી રહ્યાં છે.
બંને તરફથી આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યાં છે. મમતા સરકાર પર ભાજપના નેતાઓની રેલી રોકવાનો પણ આરોપ છે. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી રાજકીય ઉઠક-બેઠક વચ્ચે જે એક પક્ષ ગુમ છે, તે છે વામ દળ. પાછલા કેટલીક ચૂંટણી પરિણામો પર નજર નાખીએ તો બંગાળના રાજકારણમાં લેફ્ટ પાર્ટી સંતત પાછળ દેખાઇ રહી છે. ધીરે-ધીરે પણ ત્યાં લેફ્ટનું સ્થાન ભાજપ લઇ રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભલે ભાજપને માત્ર 2 બેઠકો જીતવામાં સળતા મળી હોય, પરંતુ વોટ શેરમાં લગભગ 11 ટકાનો વધારો થયો છે. આ પરિવર્તન 2016માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વોટ શેરમાં 6.1 ટકાનો વધારો
લોકસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપને 10.16 ટકા વોટ મળ્યા હતા. 2011માં આ માત્ર 4 ટકા નજી ક હતા. ત્યારે, વામદળના વોટ શેર પર નજર કરીએ તો તેમને આ ચૂંટણી ઘણું નુકસાન થયું. 26.36 ચકા મતોની સાથે બીજા સ્થાન પર તો જરૂર છે, પરંતુ લગભગ 11 ટકા વોટ ઓછા નોંધાયા છે.
વધુમાં વાંચો: મમતાએ ફરી દેખાડ્યા તેવર, 13 વર્ષ પહેલા ‘ધરણા પોલિટિક્સ’થી લેફ્ટના ગઢમાં પાડ્યુ હતું ગાબડૂ
પેટા ચૂંટણીમાં ભાજપે તેમનું પ્રદર્શન સુધાર્યું
2014ની સામાન્ય ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં લોકસભા અને વિધાનસબાની એક-એક બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. ભાજપને આ બંને બેઠકો પર જીત મળી ન હતી, પરંતુ ભાજપના ઉમેદવારો બીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યાં હતા. ઉલબેરિયા લોકસભા અને નોઆપાડા વિધાનસભા બેઠક પર સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને જીત મળી હતી.
ઉલુબેરિયા લોકસભા બેઠકના આંકડાઓ પર નજર કરીએ તો 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને માત્ર 11.5 ટકા વોટ મળ્યા હતા, પરંતુ પેટા ચૂંટણીમાં આ આંકડો વધીને 23.29 ટકા થઇ ગયો છે. નૌઆપાડા વિધાનસભા બેઠક પર પણ ભાજપે કંઇક આવું જ પ્રદર્શન કર્યું હતું. 2016ની સરખામણીએ લગભગ 8 ટકા વોટનો વધારો નોંધાયો હતો. આ બંને પાર્ટીઓ પર ટીએમસીએ પણ તેમના વોટ શેમાં વધારો હાંસલ કર્યો છે પરંતુ, લેફ્ટ ફ્રંટ અને કોંગ્રેસના વોટમાં ઘણો ઘટાડો થયો છે.
પંચાયચ ચૂંટણામાં નંબર બે પર આવી ગઇ ભાજપ
પશ્ચિમ બંગાળમાં ગત વર્ષ હિંસક અપરાધો વચ્ચે ગ્રામ્ય પંચાયત ચૂંટણી પૂર્ણ થઇ હતી. કુલ 31,457 બેઠકો માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ટીએમસીને 21,110 અને ભાજપને 5,747 બેઠકો પર જીત હાંસલ કરી હતી. ત્યારે વામ મોર્ચા 1,708 બેઠકો સાથે ત્રીજા સ્થાન પર રહી હતી. આ ચૂંટણીમાં વામ દળથી સારી સ્થિતિમાં સવતંત્ર ઉમેદવારો રહ્યાં છે. આ ચૂંટણીમાં 1,830 સવતંત્ર ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે