Mini EV: અલ્ટોથી પણ નાની Electric Car લોન્ચ, 3 દરવાજા અને 4 સીટ, 240KMની મળશે રેન્જ

Mini electric car: જર્મન કંપનીએ એક સ્ટાઇલિશ લુકમાં નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ કારની સૌથી મોટી ખાસિયત તેની સાઇઝ છે. આ કાર અલ્ટો કરતા પણ નાની છે. 

Mini EV: અલ્ટોથી પણ નાની Electric Car લોન્ચ, 3 દરવાજા અને 4 સીટ, 240KMની મળશે રેન્જ

E.Go electric car: જર્મનીની ઇલેક્ટ્રિક વ્હીકલ બ્રાન્ડ e.go એ 2022 પેરિસ મોટર શોમાં પોતાની માઇક્રો ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. તેને e.wave x નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત છે કે લંબાઈમાં આ કાર મારૂતિ અલ્ટો 800થી પણ નાની છે. જ્યાં અલ્ટોની લંબાઈ 3.44 મીટર છે, તો e.wave.x ની લંબાઈ માત્ર 3.41 મીટર છે. આ માઇક્રો એવીમાં 3 દરવાજા અને 4 સીટ મળે છે. આ 100 ટકા ઇલેક્ટ્રિક કાર છે. આ ગાડીમાં  86 kW ની બેટરી આપવામાં આવી છે, જે 110bhp જનરેટ કરે છે. ઓવરઓલ આ ગાડી લુકમાં સારી લાગી રહી છે અને તેમાં 240KM સુધીની ડ્રાઇવિંગ રેન્જ મળે છે. 

જાણો કારના ફીચર્સ
ડિઝાઇનની વાત કરીએ તો ફ્રંટમાં આ ગાડી તમને મિની કૂપરની યાદ અપાવે છે. તેમાં રાઉન્ડ શેપ હેડલેમ્પ્સ, LED DRL, રેલી-સ્ટાઇલ લાઇટ અને સિલ્વર બમ્પર મળે છે. સાઇટમાં ફેન્ડર ફ્લેયર્સ, 18 ઇંચ વ્હીલ્સ અને સિંગલ ડોર આપવામાં આવ્યો છે. 

e.wave X માં નવા ડિઝાઇનવાળું હેશબોર્ડ, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસટર અને ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન છે. ડિસ્પ્લે માટે બટન નીચે આપવામાં આવ્યાં છે. આ ઇલેક્ટ્રિક કારમાં લેધર અપહોલસ્ટ્રી, એલ્યૂમીનિયમ-સ્ટાઇલ પ્લાસ્ટિક ટ્રિપ અને સેન્ટર કંસોલ પર વાયરલેસ ચાર્જિંગ પેડ મળે છે. 

તેની સિંગલ ઇલેક્ટ્રિક મોટર 107 બીએચપી જનરેટ કરે છે. આ ચાર સીટર કાર છે અને રિયર વ્હીલ ડ્રાઇવ ફીચરની સાથે આવે છે. તેમાં ત્રણ ડ્રાઇવ મોડૃ ઇકો, કમ્ફર્ટ અને સ્પોર્ટ છે. WLTP અર્બન સાયકલ પ્રમાણે, ફુલ ચાર્જમાં આ કાર 240 કિમી સુધી ચાલે છે. તેમાં 11 kW ચાર્જર દ્વારા ચાર્જ કરી શકાય છે. આ માઇક્રો ઈવીની કિંમત 24990 યૂરો (20 લાખ રૂપિયા) થી શરૂ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news