Air Conditioner: અંગ દઝાડતી ગરમી હોય તો પણ AC નું ટેમ્પરેચર 16 ડિગ્રીથી નીચે કેમ જતું નથી? જાણો કારણ

Air Conditioner Temperature: ગરમી એટલી છે કે એસીની હવા પણ ઓછી પડી રહી છે. એસીનું તાપમાન વધુમાં વધુ 30 ડિગ્રી અને ઓછામાં ઓછું 16 ડિગ્રી સુધી સેટ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે એસીનું તાપમાન 16 ડિગ્રી સુધી જ કેમ હોય છે. તેનાથી નીચું કેમ જતું નથી? તો ખાસ જાણો. 

Air Conditioner: અંગ દઝાડતી ગરમી હોય તો પણ AC નું ટેમ્પરેચર 16 ડિગ્રીથી નીચે કેમ જતું નથી? જાણો કારણ

Air Conditioner Temperature: ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. એટલી ગરમી કે હવે તો તાપમાનની પણ અડધી સદી થવાની તૈયારી છે. દિલ્હીમાં 47 ડિગ્રી સુધી ટેમ્પ્રેચર પહોંચી ચૂક્યું છે. આવામાં એર કન્ડીશનર ચાલુ થઈ ગયા છે. ગરમી એટલી છે કે એસીની હવા પણ ઓછી પડી રહી છે. એસીનું તાપમાન વધુમાં વધુ 30 ડિગ્રી અને ઓછામાં ઓછું 16 ડિગ્રી સુધી સેટ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે એસીનું તાપમાન 16 ડિગ્રી સુધી જ કેમ હોય છે. તેનાથી નીચું કેમ જતું નથી? તો ખાસ જાણો. 

એસીનું ટેમ્પ્રેચર 16 ડિગ્રી સુધી જ કેમ?
એસીમાં ઠંડી હવા ઈવેપોરેટરના કારણે મળે છે. કૂલેન્ટના કારણે આપણે ઠંડી હવા લઈ શકીએ છીએ. જો ટેમ્પરેચરને 16 ડિગ્રીથી નીચે સેટ કરવામાં આવે તો ઈવેપોરેટર બરફનો ગોળો બની જશે. એટલે કે તેમાં બરફ જામી જશે. જેના કારણે તે ખરાબ થઈ જશે. આથી કંપનીઓ ટેમ્પરેચરને 16 ડિગ્રી સુધી જ સેટ કરે છે. 

શું હોય છે ઈવેપોરેટર
એર કન્ડીશનર (AC)માં ઠંડક પેદા  કરવા માટે અસર જાદુગર છે ઈવેપોરેટર. આ એક એવું ઉપકરણ છે જેની આજુબાજુ ઘૂમે છે આખી ગેસ પ્રક્રિયા. કલ્પના કરો કે કન્ડેન્સરથી ગરમ ગેસ નીકળે છે જે બહારની હવામાં ગરમી છોડીને ઠંડી અને લિક્વિડ બની જાય છે. આ ઠંડો લિક્વિડ ગેસ ઈવેપોરેટર કોઈલમાં પ્રવેશ કરે છે. અહીં ઈવેપોરેટર પોતાનો જાદુ દેખાડે છે. 

આ લિક્વિડ ગેસને ઈવોપોરેટિડ કરીને પાાછો ગેસમાં ફેરવે છે. આ પ્રક્રિયામાં ઈવેપોરેટર આજુબાજુની હવામાંથી ગરમી શોષી લે છે. જેનાથી હવા ઠંડી થઈ જાય છે. બસ આ જ ઠંડી હવા છે જે તમારા રૂમમાં વહે છે અને તમને ગરમીથી રાહત આપે છે. આ પ્રકારે ઈવેપોરેટર વારંવાર ગેસને લિક્વિડ અને પછી પાછો ગેસમાં ફેરવીને તમારા માટે ઠંડક પેદા કરતો રહે છે. 

આથી એસીના રિમોટમાં 16 પર ફ્રીજનો લોગો રહે છે. એટલે કે તે ઈન્ડિકેટ કરે છે કે તેનાથી રૂમમાં ઘણી ઠંડક થઈ જશે. પરંતુ તમને જણાવી દઈએ કે જો તમે વીજળીનું બિલ બચાવવા માંગતા હોવ તો એસીને 24 ડિગ્રીથી નીચે ન ચલાવો. એક્સપર્ટ્સ એવી પણ સલાહ આપે છે. 24 ડિગ્રી પર રૂમ ઠંડો પણ થાય છે અને હેલ્થ માટે પણ સારું રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news