સાવચેત રહો... Google પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, બેન્ક અકાઉન્ટ થઈ જશે ખાલી

Cyber Crime Alert: કોઈ કંપનીનો કસ્ટમર કેર નંબર શોધવો હોય તો તુરંત આપણે ગુગલ કરીએ છીએ. પરંતુ હવે તેમાં પણ કૌભાંડ શરૂ થઈ ગયું છે. જો તમે Google પર કસ્ટમર કેર નંબર શોધી રહ્યા છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. અહીં કરેલી એક ભુલ તમને લાખોનું નુકસાન કરાવી શકે છે.

સાવચેત રહો...  Google પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, બેન્ક અકાઉન્ટ થઈ જશે ખાલી

Cyber Crime Alert: Google આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જો તમે કંઈપણ શોધવા માંગતા હોય, તો તમે ફક્ત Google ખોલો અને ટાઈપ કરો. મોટાભાગના લોકો ગૂગલ સર્ચ એન્જિન પર કસ્ટમર કેર નંબર શોધે છે. જો ટેલિકોમ સર્વિસમાં નેટવર્કની સમસ્યા હોય કે ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થઈ જાય. સૌ પ્રથમ આપણે ગૂગલમાંથી કંપનીનો કસ્ટમર કેર નંબર શોધીએ છીએ. પરંતુ તેમાં પણ કૌભાંડ શરૂ થઈ ગયું છે. જો તમે Google પર કસ્ટમર કેર નંબર શોધી રહ્યા છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તેનાથી તમને લાખોનું નુકસાન પણ થઈ શકે છે.

આ પણ વાંચો:

દિલ્હીમાં એક વ્યક્તિના કસ્ટમર કેર નંબર પર ફોન કર્યા બાદ તેના ખાતામાંથી 34 હજાર રૂપિયા ઉડી ગયા. તેને થર્ડ પાર્ટી કુરિયર કંપની દ્વારા નવા ડેબિટ કાર્ડની ડિલિવરીની અપેક્ષા હતી. ઓર્ડર વિશે પૂછપરછ કરવા માટે તેણે કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. તે પછી તરત જ તે વ્યક્તિનો ફોન આવ્યો જેણે કુરિયર ફર્મના એક્ઝિક્યુટિવને કહ્યું. થોડું વેરિફિકેશન કર્યા પછી છેતરપિંડી કરનારે તેની સાથે એક OTP શેર કર્યો અને પૈસા તેના ખાતામાંથી ઉડી ગયા હતા. આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં નકલી કસ્ટમર કેર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. સવાલ એ છે કે આ કૌભાંડની જાળ કેવી રીતે ફેલાવવામાં આવી રહી છે? આમાંના મોટાભાગના કિસ્સાઓમાં, લોકો Google શોધ પરિણામોમાં દેખાતી વેબસાઇટ્સ પર લિસ્ટેડ કસ્ટમર કેયર નંબરો પર કૉલ કરે છે.

ગૂગલ પર સ્કેમર્સે કર્યું છે આ સ્કેન્ડલ 

લોકો હંમેશા બેંકો, ઓનલાઈન શોપિંગ અને અન્ય કંપનીઓના કસ્ટમર કેર નંબર શોધે છે. કંપનીઓ સામાન્ય રીતે તેમની વેબસાઇટ પર તેમની સંપર્ક માહિતીની યાદી આપે છે, જે સર્ચ એન્જિન દ્વારા સરળતાથી મળી જાય છે. SBI અને UIDAI જેવી સરકારી સંસ્થાઓ પણ ગ્રાહક આધાર સંપર્ક માહિતી પૂરી પાડે છે સ્કેમર્સ નકલી વેબસાઇટ્સ બનાવે છે જે વાસ્તવિક જેવી લાગે છે અને નકલી ફોન નંબર લિસ્ટ કરી દે છે. જ્યારે લોકો કોઈ ચોક્કસ નંબર માટે સર્ચ કરે છે, ત્યારે આ નકલી વેબસાઈટ્સ અસલી સાથે સર્ચ પરિણામોમાં દેખાય છે. જો લોકો લિસ્ટેડ નંબરો પર કૉલ કરે છે, તો તેઓ જાળમાં ફસાઈ જાય છે.

આ પણ વાંચો:

SBI એલર્ટ

એક એડવાઈઝરીમાં એસબીઆઈએ પણ તેના યુઝર્સને નકલી કસ્ટમર કેર સપોર્ટનો શિકાર ન થવા અને મદદ મેળવવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા જણાવ્યું હતું. SBIના Tweetમાં કહેવામાં આવ્યું છે કે, નકલી કસ્ટમર કેર નંબરથી સાવધાન રહો. સાચા કસ્ટમર કેર નંબરો માટે કૃપા કરીને SBIની સત્તાવાર વેબસાઇટનો સંદર્ભ લો. ગોપનીય બેંકિંગ માહિતી કોઈપણ સાથે શેર કરવાનું ટાળો.

આ છે બચવાના ઉપાયો

નંબર અને વેબસાઇટ ચકાસો: ક્યારેય આંખ બંધ કરીને કૉલ કરશો નહીં અથવા Google પર વિશ્વાસ કરશો નહીં. સત્તાવાર વેબસાઇટ પર તપાસો.

વ્યક્તિગત માહિતી શેર કરશો નહીંઃ બેંક તમને OPT જેવી વસ્તુઓ શેર કરવા માટે ક્યારેય કહેતી નથી. જો કોઈ વ્યક્તિ ફોન પર આવી માહિતી માંગે છે, તો કૉલરને બ્લોક કરો અને અધિકારીઓને જાણ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news