ફોન પર આવો Text Message આવે તો જોતા જ ડિલીટ કરી દો, તમારું એકાઉન્ટ ખાલી કરાવી દેશે
Text Message: તમારા ફોનમાં અનેક પ્રકારના મેસેજ આવે છે, તેનાથી તમારું ઈનબોક્સ ફુલ થઈ જતુ હશે, જોકે તમને ખબર નથી કે તેમાં કેટલાક ખતરનાક મેસેજ હોઈ શકે છે
Trending Photos
Text Message: તમારા મોબાઈલમાં રોજ ઢગલાબંધ મેસેજ આવતા હોય છે. આ મેસેજથી તમારું ઈનબોક્સ ફુલ થઈ જતુ હશે. પરંતું તમને નથી ખબર કે આ સ્પામ મેસેજ કેટલાક ખતરનાક સાબિત થઈ શકે છે. હકીકતમાં કેટલાક મેસેજ એવા હોય છે, જે તેમારું એકાઉન્ટ ખાલી કરાવી શકે છે. તમારે આ મેસેજથી બચીને રહેવાની જરૂર છે.
પ્રી-એપ્રુવ્ડ લોન
અનેકવાર તમને મેસેજ આવતો હશે કે ફલાણી બેંક તરફથી તમને લોન આપવામાં આવી રહી છે. તેના માટે તમારે કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહિ પડે. તમારા ફોનમાં પણ આ પ્રકારના મેસેજ આવતા હોય, તો તેને નજરઅંદાજ કરીને ડિલીટ કરવામાં જ શાણપણ છે, કારણ કે જો તમે તેના પર રિસ્પોન્ડ કરો છો તો શક્યતા છે કે તમારી સાથે કોઈ પણ ફ્રોડ થઈ શકે છે.
બેંક ઓફરની સ્કીમ
તમને એવા મેસેજ પણ આવતા હશે કે જેમાં લખવામાં આવ્યું હોય છે કે તમારા બેંક એકાઉન્ટ ખોલવવા પર કે કોઈ સ્કીમ લેવા પર મોટો ફાયદો થશે. જો તમારી સાથે આવું થાય છે તો એ મેસેજને તરત ડિલીટ કરી દેજો. નહિ તો બાદમાં પસ્તાશો.
ઈન્સ્ટંટ લોન
જો તમને બેંક તરફથી કોઈ ઈન્સ્ટંટ કેશ લોનની ઓફર આપવામાં આવી રહી છે, તો તેના માટે બહુ જ સરળ પ્રક્રિયા પણ બતાવવામાં આવી હશે. પરંતું તમે આ મેસેજને ઈગ્નોર મારજો. તમને જે લિંક મોકલવામાં આવી હોય છે, તેના પર ક્લિક કરવાથી તમારી સાથે કોઈ પણ ફ્રોડ થઈ શકે છે.
ઓટીપી શેર કરવાની વાત
જો તમને કોઈ પણ મેસેજ આવ્યો છે, અન તેમાં ઓટીપી શેર કરવાની વાત કરવામાં આવી રહી છે તો આવું કરવાની ભૂલ ન કરતા. તમને લાખોનું નુકસાન થશે. ભૂલથી પણ તમારું ઓટીપી શેર ન કરતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે