આ Stove પર ગેસ અને વિજળી વિના બનશે રસોઈ, દર મહિને થશે 1100 રૂપિયાની બચત
Solar Stove: રસોઈ ગેસના સતત વધતા ભાવ અને મોંઘવારીના કારણે લોકોનું બજેટ પહેલાથી જ ખોરવાઈ ગયું છે. તેવામાં આ સ્થિતિમાં લોકોને રાહત આપવા માટે ખાસ સ્ટવ લોન્ચ કરવામાં આવ્યો છે. જેની મદદથી ગેસ અને લાઈટ વિના ભોજન બનાવી શકાય છે. આ સ્ટવનું નામ સૂર્ય નુતન છે.
Trending Photos
Solar Stove: રસોઈ ગેસના સતત વધતા ભાવ અને મોંઘવારીના કારણે લોકોનું બજેટ પહેલાથી જ ખોરવાઈ ગયું છે. તેવામાં આ સ્થિતિમાં લોકોને રાહત આપવા માટે સરકારે ખાસ સ્ટવ લોન્ચ કર્યો છે. જેની મદદથી ગેસ અને લાઈટ વિના ભોજન બનાવી શકાય છે. આ સ્ટવ સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓલ કોર્પોરેશન દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. આ સ્ટવનું નામ સૂર્ય નુતન છે. જેને ચલાવવા માટે ગેસ કે વીજળીની જરૂર નહીં પડે.
આ સ્ટવ સૂર્યના તડકાથી કામ કરશે. એક વખત ચાર્જ થયા પછી તમે સરળતાથી તેના ઉપર ભોજન બનાવી શકો છો. આ સ્ટવ ખૂબ ઓછા સમયમાં ચાર્જ થઈ જાય છે. સ્ટવને ચાર્જ કરવા માટે તેને તડકામાં રાખવાની પણ જરૂર નથી
આ પણ વાંચો:
સૂર્ય નુતન સોલાર સ્ટવ અન્ય સોલાર સ્ટવ કરતાં અલગ છે. આ સ્ટવ બે યુનીટની મદદથી કામ કરે છે. એક યુનિટ જેમાં કુકિંગ કરવાનું હોય છે તેને તમે રસોડામાં રાખી શકો છો. બીજું યુનિટ તડકો આવતો હોય તે જગ્યાએ સેટ કરવાનું હોય છે. એક વખત યુનિટને તડકામાં સેટ કરી દીધા પછી કોઈપણ પ્રકારની ઝંઝટ કરવી પડતી નથી અને ગેસ સ્ટવનો ઉપયોગ આરામથી કરી શકાય છે.
સૂર્ય નુતન સોલાર સ્ટવ એક રિચાર્જેબલ સ્ટવ છે. એટલે કે જ્યારે તડકો ન હોય તો પણ તમે તેને ઉપયોગમાં લઈ શકો છો. એટલે કે તમે રાતનું ભોજન પણ આ સ્ટવ ઉપર બનાવી શકો છો. સોલર સ્ટવનું તડકામાં રાખેલું યુનિટ સોલર એનર્જીને સ્ટોર કરે છે જેથી તમે તડકો ન હોય ત્યારે પણ સ્ટવનો ઉપયોગ કરી શકો.
સૂર્ય નુતન સોલાર સ્ટવની શરૂઆત કિંમત 12000 રૂપિયા છે. આ સ્ટવ બે વિરીએન્ટમાં ઉપલબ્ધ છે બેઝિક વેરીએન્ટ 12000 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે તેનું ટોપ વેરીએન્ટ 23 હજારનું છે. એક વખત આ સ્ટવ લગાડી દીધા પછી દર મહિને તમે 1100 રૂપિયાની બચત કરી શકો છો કારણ કે ભોજન બનાવવા માટે ગેસ કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નહીં કરવો પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે