તહેવારની સિઝનમાં ISUZU પોતાની ગાડીઓ પર આપી રહી છે 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

ગત કેટલાક મહિનાથી ઓટોમોબાઇલ બજારમાં સુસ્તી છવાયેલી છે અને કારોનું વેચાણ ઘટતું જોવા મળી રહ્યું છે. તાજેતરના દિવસોમાં થોડી રાહત મળવાની આશા હતી, જેની બજાર પર સકારાત્મક અસર પડવાની હતી.

તહેવારની સિઝનમાં ISUZU પોતાની ગાડીઓ પર આપી રહી છે 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: ISUZU ઇન્ડીયાએ જાહેરાત કરી છે કે તે ભારતમાં પોતાની પ્રોડક્ટ પર આકર્ષક ઓફર્સ આપી રહી છે. કંપનીએ આ ઓફર્સ કોમર્શિયલ વેરિએન્ટ ડી-મેક્સ (સિંગલ કેબ) પર 50,000 રૂપિયાથી માંડીને અપ-માર્કેટ એસયૂવી MU-X પર 2,00,000 રૂપિયા નક્કી કરી છે. આ ઓફર્સ કોમર્શિયલ વ્હીકલ ડી-મેક્સના બધા વેરિએન્ટસ, એસ-કૈબના બધા બધા વેરિએન્ટ્સ, વી-ક્રોસના બેસ વેરિએન્ટ અને એમયૂ-એક્સના બધા વેરિએન્ટ પર આપવામાં આવી રહી છે. કંપનીએ ઓફર્સ એક્સ શોરૂમ કિંમતો પર આપવામાં આવી રહી છે, જોકે 31 ઓક્ટોબર સુધી લીધે માન્ય છે. આ બધી ઓફર્સ આ વાહનો પર 10 ટકા ટેક્સના લગભગ બરાબર છે. 

ગત કેટલાક મહિનાથી ઓટોમોબાઇલ બજારમાં સુસ્તી છવાયેલી છે અને કારોનું વેચાણ ઘટતું જોવા મળી રહ્યું છે. તાજેતરના દિવસોમાં થોડી રાહત મળવાની આશા હતી, જેની બજાર પર સકારાત્મક અસર પડવાની હતી. જોકે યથાસ્થિત છતાં Isuzu મોટર્સ ઇન્ડીયા તહેવારની સિઝન દરમિયાન ગ્રાહકો વચ્ચે ઉત્સાહ જાળવી રહ્યો છે.   

કંપનીના પ્રવક્તા કેપ્ટન શંકર શ્રીનિવાસે કહ્યું કે "Isuzu ઇચ્છે છે કે તેના ગ્રાહક ખુશ થાય અને ફેસ્ટિવલ સીઝનમાં ખુશીથી પ્રવેશ કરે. અમારી સ્પેશિયલ ઓફર 31 ઓક્ટોબર 2019 સુધી માન્ય છે, અમે અમારા ગ્રાહકોને પોતાના વ્યવસાય પર ધ્યાન કેંદ્વીત કરવા માટે ઉત્સાહિત કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news