બાપરે... ફ્લેટની કિંમતમાં ફોન: Samsung Galaxy S24 માં એવા તો શું હીરા-મોતી જડ્યા છે?
Luxury Edition: Caviar એ તાજેતરમાં લોન્ચ થયેલ Samsung Galaxy S24 Ultra માટે ખાસ લક્ઝરી કલેક્શન રજૂ કર્યું છે. "એરા ઓફ ડ્રેગન" નામનું આ કલેક્શન ખૂબ જ ખાસ છે, જેમાં "સેમસંગ S24 અલ્ટ્રા યંગ" મોડલ પણ સામેલ છે.
Trending Photos
Caviar Galaxy S24 ultra Price: રશિયાની પ્રખ્યાત લક્ઝરી બ્રાન્ડ Caviar એ તાજેતરમાં લોન્ચ થયેલ Samsung Galaxy S24 Ultra માટે ખાસ લક્ઝરી કલેક્શન રજૂ કર્યું છે. "એરા ઓફ ડ્રેગન" નામનું આ કલેક્શન ખૂબ જ ખાસ છે, જેમાં "સેમસંગ S24 અલ્ટ્રા યંગ" (Samsung Galaxy S24 ultra Yong) મોડલ પણ સામેલ છે. આ મોડલની કિંમત $15,000 (અંદાજે 12,47,243 રૂપિયા) રાખવામાં આવી છે. Samsung Galaxy S24 Ultra નું લક્ઝરી મોડલ ટાઇટેનિયમ બોડીથી બનેલું છે, જેના પર કાળા રંગની PVD કોટિંગ છે.
શું દેશના તમામ વિદ્યાર્થીઓને સરકાર આપી રહી છે FREE Laptops? જાણો શું છે સચ્ચાઇ
આવા શેરને દૂરથી કરો સલામ, કોઇ ગમે તે કહે હાથના લગાવશો... રોવાનો વારો આવશે
24 કેરેટ સોનાનું બનેલું છે કવર
લક્ઝરી મોડલનું સ્પેશિયલ કવર 24 કેરેટ સોનાનું બનેલું છે, જેના પર કોરિયન ડ્રેગનની આકૃતિ જડેલી છે અને ખાસ વાત એ છે કે આ કવરમાં એક નાની ઘડિયાળ પણ છે, જેને CVR ELT3350A Tourbillon કહેવામાં આવે છે. આ ઘડિયાળ હાથથી ચલાવવામાં આવે છે અને તેમાં 19 કિંમતી પથ્થરો છે.
Walking Benefits: ચાલશો તો ડાયાબિટીસ રહેશે દૂર, રિસર્ચ જાણવા મળ્યા ચાલવાના આ ફાયદા
Car Tips: શું તમારી નવી કારની સીટો પર પોલીથીન કવર લાગેલું છે? તાત્કાલિક હટાવી દો
દર મિનિટે એક વાર ફરતી આ ઘડિયાળ ફોનને વધુ ખાસ અને આકર્ષક બનાવે છે. ડ્રેગન ઉપરાંત, આ કવરમાં ત્રણ ડાયમંડ સ્ટાર્સ અને એક રાશિ ચક્ર પણ છે. આ તારાઓ ઇસ્ટર્ન અને વેસ્ટર્ન સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.
'પોપટલાલ'ની દુલ્હન બનશે આ અભિનેત્રી! નથી મળી ફેમ, તારક મહેતા શો બનાવશે મોટી સ્ટાર?
Car Tips: શું તમારી નવી કારની સીટો પર પોલીથીન કવર લાગેલું છે? તાત્કાલિક હટાવી દો
આમાં નક્ષત્રોથી શણગારેલા મોડલનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત $9,000 (રૂ. 7,48,345) થી શરૂ થાય છે. આ મોડેલો પૂર્વીય અને પશ્ચિમી તત્વોના મિશ્રણની મુખ્ય થીમ સાથે જોડાયેલા છે, તેમજ તારાઓના પ્રતિકાત્મક મહત્વનો સમાવેશ કરે છે. આ ખાસ ફોન મર્યાદિત સંખ્યામાં જ ઉપલબ્ધ હશે. કંપની ફક્ત 24 "યોંગ" મોડલ વેચશે, જે સૌથી ખાસ અને મોંઘા છે. બાકીના રાશી મોડલ થોડા વધુ હશે, તેમાંથી 99 યુનિટ બનાવવામાં આવશે.
ખિસ્સામાંથી 1 રૂપિયો ખર્ચ્યા વિના કરો હજારો ડોલરની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Ayushman Bharat Yojana ને લઇને મોટા સમાચાર, સરકાર લઇ શકે છે નિર્ણય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે