Maruti, Mahindra, Honda અને Hyundai ની આ શાનદાર ગાડીઓ કંપનીએ અચાનક કેમ કરી દીધી બંધ?

Cars Discontinued: આ સારી સારી 14 ગાડીઓ થઈ ગઈ બંધ! ભારતીય ઓટોમોટિવ  (Indian Automotive Industry) ઉદ્યોગમાં, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેના માટે ઉત્સર્જનના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. BS6 ફેઝ II માં ઉત્સર્જનના ધોરણોને વધુ મજબૂત કરવામાં આવ્યા છે. આ એક નિયમને કારણે 14 કાર બંધ થઈ ગઈ છે, તેની યાદી અહીં છે.

Maruti, Mahindra, Honda અને Hyundai ની આ શાનદાર ગાડીઓ કંપનીએ અચાનક કેમ કરી દીધી બંધ?

Cars Which has been Discontinued: ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગમાં (Indian Automotive Industry) કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેના માટે ઉત્સર્જનના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આ સિવાય EVs પર પણ ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પણ EV ને પ્રમોટ કરવામાં આવી રહી છે કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે. બીજી તરફ, ICE કાર માટે BS6 ફેઝ-2 લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે ઘણી કારો પણ બંધ થઈ ગઈ છે કારણ કે તે BS6 ફેઝ-2ના ઉત્સર્જન ધોરણો અનુસાર ન હતી.

આ ગાડીઓ બંધ  થઈ ગઈ:

- Maruti Suzuki Alto 800 
- Renault Kwid 800cc
- Mahindra KUV100
- Honda Jazz 
- Hyundai i20 Diesel 
- Honda Amaze Diesel 
- Honda WR-V 
- Honda City 4th Generation 
- Nissan Kicks 
- Hyundai Verna Diesel 
- Honda City 5th Generation Diesel 
- Toyota Innova Crysta Petrol 
- Skoda Octavia 
- Skoda superb

આમાંના મોટાભાગના મોડલ હોન્ડાના છે, જાપાનીઝ ઉત્પાદકના કુલ 5 મોડલ બંધ કરવામાં આવ્યા છે. Jazz, City 4th gen અને WR-V ક્રોસઓવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, હોન્ડાએ City 5th gen અને Amazeની ડીઝલ પાવરટ્રેન બંધ કરી દીધી છે, જેનો અર્થ છે કે હવે આ બંને કારમાં ડીઝલ એન્જિન વિકલ્પ નહીં મળે. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં ડીઝલની લોકપ્રિયતા ઘટી છે, ખાસ કરીને કોમ્પેક્ટ અને સબ-કોમ્પેક્ટ હેચબેક અને સેડાન સ્પેસમાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news