હવે તમારી ગર્લફ્રેન્ડની વાતો રેકોર્ડ નહીં કરી શકો, ફીચર જ થઈ રહ્યું છે બંધ, ગૂગલ લાવ્યું છે નવી પોલિસી, જાણો લેજો

ટ્રુકોલરના પ્રવક્તાએ જણાવ્યું કે નવી ગૂગલ ડેવલોપર પ્રોગ્રામ પોલિસી મુજબ હવેથી લોકોને કોલ રેકોર્ડિંગની સુવિધા નહીં મળે. આ એ ડિવાઈસને પ્રભાવિત નહીં કરે જેમાં પહેલાથી જ કોલ રેકોર્ડિંગની સુવિધા આપવામાં આવી છે. વધુમાં કહ્યું કે યુઝર્સની માગના આધાર પર અમે કોલ રેકોર્ડિંગની સુવિધા શરૂ કરી હતી.

હવે તમારી ગર્લફ્રેન્ડની વાતો રેકોર્ડ નહીં કરી શકો, ફીચર જ થઈ રહ્યું છે બંધ, ગૂગલ લાવ્યું છે નવી પોલિસી, જાણો લેજો

Call Recording App: આજકાલ લોકો પોતાના ફોનમાં કોલ રેકોર્ડરનું ફીચર ઓન રાખતા હોય છે. લોકોને આ ફીચર ઘણીવાર કામ પણ આવે છે. પરંતુ લોકોનું સૌથી પ્રિય કોલ રેકોર્ડિંગનું ફીચર બંધ થવા જઈ રહ્યું છે. જી હાં, ગૂગલ પ્લે સ્ટોર પર કોલ રેકોર્ડિંગ એપ્સના સંબંધમાં ગૂગલે પોતાની પોલિસી અપડેટ કરી છે. જે બાદ પ્રખ્યાત એપ ટ્રુકોલરે આ ફીચરને હટાવી લીધું છે. આ ફીચર હજું સંપૂર્ણ રીતે બંધ નથી થયું પરંતુ કંપનીનું કહેવું છે કે 11 મે બાદ આ ફીચર સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.

ટ્રુકોલરના પ્રવક્તાએ જણાવ્યું કે નવી ગૂગલ ડેવલોપર પ્રોગ્રામ પોલિસી મુજબ હવેથી લોકોને કોલ રેકોર્ડિંગની સુવિધા નહીં મળે. આ એ ડિવાઈસને પ્રભાવિત નહીં કરે જેમાં પહેલાથી જ કોલ રેકોર્ડિંગની સુવિધા આપવામાં આવી છે. વધુમાં કહ્યું કે યુઝર્સની માગના આધાર પર અમે કોલ રેકોર્ડિંગની સુવિધા શરૂ કરી હતી. આ સર્વિસ ફ્રી હોવાથી લોકોને પણ આ સુવિધાનો લાભ લેતા. પરંતુ ગૂગલની નવી પોલિસીનું પાલન કરતા હવે થર્ડ પાર્ટી એપ્સ થકી કોલ રેકોર્ડિંગની સુવિધા નહીં મળે.

ગૂગલે શરૂઆતમાં એન્ડ્રોઈડ 10ના રિલીઝ સાથે એન્ડ્રોઈડ પર કોલ રેકોર્ડિંગ પર રોક લગાવી હતી. જો કે થર્ડ પાર્ટી એપ્સ એક્સેસિબિલિટી APIનો ઉપયોગ કરી લોકો આ સુવિધાનો લાભ લેતા. ગૂગલ હવે 11 મેથી આ ફીચર પર રોક લગાવશે.

LIC Saral Pension Yojana: LICની આ સ્કીમમાં એકવાર પૈસા જમા કરો, જીવનભર મળશે 12,000 રૂપિયાનું માસિક પેન્શન

નિષ્ણાતો મુજબ પ્રાઈવસી અને સિક્યોરિટીની દિશામાં ગૂગલનું આ મોટું પગલું છે. જો કે એન્ડ્રોઈડ ફોનમાં પહેલાથી મળતી કોલ રેકોર્ડિંગની સુવિધા બંધ નથી થવાની. પરંતુ લોકો હવે થર્ડ પાર્ટી એપ્સથી કોલ રેકોર્ડ નહીં કરી શકે. ઈનબિલ્ટ એપ્સ આ ફીચર યથાવત રાખશે. સેમસંગ, શાઓમી સહિતના ફોન્સમાં કોલ રેકોર્ડિંગની સુવિધા પહેલાથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news