BSNL ના નવા Plan એ મચાવી ધૂમ! 329 રૂપિયામાં મેળવો 1000GB હાઈસ્પીડ ડેટા અને આ Benefit

હાલના સમયે બીએસએનએલના સૌથી સસ્તા બ્રોન્ડબેડ પ્લાનની વાત થઈ રહી છે, જેની કિંમત 329 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 329 રૂપિયાના બદલામાં 20Mbpsની સ્પીડ પર 1TB એટલે કે 1,000GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

BSNL ના નવા Plan એ મચાવી ધૂમ! 329 રૂપિયામાં મેળવો 1000GB હાઈસ્પીડ ડેટા અને આ Benefit

નવી દિલ્હી: દેશની સરકારી ટેલીકોમ કંપની BSNL એ હાલમાં જ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં તમને ખુબ જ ઓછી કિંમતમાં ખુબ જ મોટો હાઈ સ્પીડ ડેટા મળી રહ્યો છે. ખરેખર, BSNL એ તાજેતરમાં એક બ્રોન્ડબેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં તમને 329 રૂપિયામાં 1,000GB ડેટા અને અન્ય લાભો આપવામાં આવી રહ્યા છે. આવો જાણીએ આ પ્લાન વિશે.

BSNL 329 રૂપિયામાં આપી રહ્યું છે આટલો બધો ફાયદો
હાલના સમયે બીએસએનએલના સૌથી સસ્તા બ્રોન્ડબેડ પ્લાનની વાત થઈ રહી છે, જેની કિંમત 329 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 329 રૂપિયાના બદલામાં 20Mbpsની સ્પીડ પર 1TB એટલે કે 1,000GB ડેટા આપવામાં આવી રહ્યો છે. તેના સિવાય આ પ્લાનમાં તમને એક ફ્રી ફિક્સ્ડ લાઈન વોઈસ કોલિંગ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, બીએસએનએલનો એવો પણ વાયદો છે કે આ બ્રોન્ડબ્રેંડ પ્લાનના પહેલા મહીનાનું બિલમાં તમને 90 ટકાની છૂટ આપવામાં આવશે.

બીએસએનએલનો બીજો બ્રોન્ડબેંડ પ્લાન
તમને જાણકારી માટે બતાવી દઈએ કે 329 રૂપિયાવાળો બ્રોન્ડબેંડ પ્લાન શરૂ કર્યા પહેલા આ ટેલીકોમ કંપનીનો સૌથી સસ્તો બ્રોન્ડબેંડ પ્લાન 449 રૂપિયાનો હતો. આ પ્લાનમાં યૂઝર્સને 30Mbpsની સ્પીડ પર 3.3TB એટલે કે 3,300GB ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે, આ પ્લાનમાં ફ્રી ફિક્સ્ડ લાઈન વોઈસ કોલિંગ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

આ વાતનું રાખો ધ્યાન
બીએસએનએલનો 329 રૂપિયાવાળા બ્રોન્ડબેંડ પ્લાન તમને ખૂબ ડ આકર્ષક લાગી રહ્યો હશે, પરંતુ અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ પ્લાનને ખરીદતી વખતે તમારે એક જરૂરી વાતનું ધ્યાન રાખવું પડશે. આ પ્લાનની કિંમત પર ટેક્સ પણ લાગશે. તેનો મતલબ એવો થયો કે 329 રૂપિયાવાળા પ્લાન પર 18ટકા ટેક્સ લાગૂ કર્યા બાદ તેની કિંમત 388 રૂપિયા થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news