ATM માંથી રોકડ ઉપાડતી વખતે ધ્યાનમાં રાખો ગ્રીન લાઇટ! નહિંતર ખાતું થઈ જશે ખાલીખમ

જ્યારે પણ તમે ATMમાંથી પૈસા ઉપાડો ત્યારે સાવધાન રહો. એટીએમનો ઉપયોગ કર્યા પછી તમારે તેને કાળજીપૂર્વક તપાસવું જોઈએ. એટીએમમાં ​​સૌથી મોટો ખતરો કાર્ડ ક્લોનિંગથી થાય છે. આવો જાણીએ કે અહીં તમારી વિગતો કેવી રીતે સરળતાથી ચોરાઈ જાય છે.

ATM માંથી રોકડ ઉપાડતી વખતે ધ્યાનમાં રાખો ગ્રીન લાઇટ! નહિંતર ખાતું થઈ જશે ખાલીખમ

નવી દિલ્હી: એટીએમમાંથી પૈસા તો બધા લોકો કાઢે છે, પરંતુ ઘણીવખત તમારી એક નાનકડી ભૂલ તમને કરોડોનું નુકસાન પહોંચાડે છે. આજકાલ સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનું પણ હવે સુરક્ષિત નથી. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી એટીએમ છેતરપિંડીથી સંબંધિત દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે, તેથી જ્યારે પણ તમે એટીએમમાંથી પૈસા ઉપાડો ત્યારે સાવચેત રહો.

એટીએમમાંથી ચોરાઈ જાય છે તમારી ડિટેલ્સ 
જ્યારે પણ તમે ATMમાંથી પૈસા ઉપાડો ત્યારે સાવધાન રહો. એટીએમનો ઉપયોગ કર્યા પછી તમારે તેને કાળજીપૂર્વક તપાસવું જોઈએ. એટીએમમાં ​​સૌથી મોટો ખતરો કાર્ડ ક્લોનિંગથી થાય છે. આવો જાણીએ કે અહીં તમારી વિગતો કેવી રીતે સરળતાથી ચોરાઈ જાય છે.

ડેટા કેવી રીતે ચોરી થાય છે?
આજકાલ હેકર્સ ઘણા ચાલાક બની ગયા છે. આ હેકર્સ એટીએમ મશીનમાં જ્યાં કાર્ડ નાખવામાં આવે છે તે સ્લોટમાંથી કોઈપણ ગ્રાહકનો ડેટા ચોરી લે છે. વાસ્તવમાં, આ માટે તેઓ એટીએમ મશીનના કાર્ડ સ્લોટમાં એક એવું ઉપકરણ મૂકે છે, જે તમારા કાર્ડની સંપૂર્ણ માહિતીને સ્કેન કરે છે. તેનાથી તમારી બધી વિગતો તે ડિવાઈસમાં જતી રહે છે. ત્યારબાદ તેઓ બ્લૂટૂથ અથવા અન્ય કોઈપણ વાયરલેસ ઉપકરણમાંથી આ ડેટા ચોરી કરે છે.

અપનાવો આ પદ્ધતિ
પરંતુ, ત્યારપછી પણ, હેકર માટે તમારા ડેબિટ કાર્ડની સંપૂર્ણ ઍક્સેસ મેળવવા માટે તમારો પિન નંબર હોવો ફરજિયાત છે. તેના માટે પણ હેકર્સની પાસે એક ટેકનિક છે. હેકર્સ કેમેરા વડે પિન નંબર ટ્રેક કરે છે. એટલે કે, તેમની પાસે તમારા ડેટાની ચોરી માટે સંપૂર્ણ સિસ્ટમ છે. તેનાથી બચવા માટે, જ્યારે પણ તમે ATMમાં તમારો PIN નંબર દાખલ કરો, ત્યારે તેને બીજા હાથથી ઢાંકી દો, જેથી તે CCTV કૅમેરા જોઈ ન શકે.

ATMની આ રીતે તપાસ જરૂરથી કરો
- આ સિવાય જ્યારે તમે ATM પર જાઓ ત્યારે ATM મશીનનો કાર્ડ સ્લોટ ચેક કરો.
- જો તમને લાગે કે એટીએમ કાર્ડના સ્લોટમાં કોઈ છેડછાડ કરવામાં આવી છે અથવા જો સ્લોટ ઢીલો છે અથવા અન્ય કોઈ ખામી છે, તો તેનો ઉપયોગ કરશો નહીં.
- આ સિવાય કાર્ડ સ્લોટમાં કાર્ડ નાખતી વખતે તેમાં ચાલું બંધ થતી 'ગ્રેન લાઇટ' પર નજર રાખો.
- જો અહીંના સ્લોટમાં લીલી લાઈટ ચાલુ હોય તો તમારું ATM સુરક્ષિત છે.
- પરંતુ જો તેમાં લાલ કે અન્ય કોઈ લાઈટ ન હોય તો એટીએમનો ઉપયોગ કરશો નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news