આ કંપનીએ ભારતમાં વેચ્યા 1 મિલિયન વોશિંગ મશીન, જર્મન ટેક્નોલોજીથી છે સજ્જ

બોશે વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ અને ડીશવોશર્સ કેટેગરીમાં પ્રવેશ કર્યો તથા ભારત કેન્દ્રિત એપ્લાયન્સિસ વિકસાવ્યાં છે. બોશ અને સિમેન્સ વોશિંગ મશીન્સ 5 સ્ટાર રેટેડ છે.

આ કંપનીએ ભારતમાં વેચ્યા 1 મિલિયન વોશિંગ મશીન, જર્મન ટેક્નોલોજીથી છે સજ્જ

નવી દિલ્હી: યુરોપના સૌથી મોટા હોમ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર અને વિશ્વની અગ્રણી કંપનીઓ પૈકીની એક બીએસએચ હોમ એપ્લાયન્સિસ ગ્રુપે આજે ભારતમાં તેના કુલ 1 મિલિયન વોશિંગ મશીન યુનિટના વેચાણની જાહેરાત કરી હતી. બીએસએચે દક્ષિણ ભારતમાં મેટ્રો શહેરો તથા નાના શહેરો વોશિંગ મશીન ફોર્મેટ તરીકે મુક્તપણે ફ્રન્ટ લોડને સ્વિકારવામાં નોંધપાત્ર વધારો જોયો છે.

બીએસએચે વર્ષ 2010માં ભારતીય માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ દેશમાં સિમેન્સની પ્રોડક્ટ્સની આયાત કરીને કામગીરીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ તેણે વિવિધ કેટેગરીમાં બોશ એપ્લાયન્સિસ લોન્ચ કરીને પ્રીમિયમ માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બોશે વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ અને ડીશવોશર્સ કેટેગરીમાં પ્રવેશ કર્યો તથા ભારત કેન્દ્રિત એપ્લાયન્સિસ વિકસાવ્યાં છે. ચેન્નઇ ફેક્ટરીમાંથી રજૂ કરાયેલા તમામ બોશ અને સિમેન્સ વોશિંગ મશીન્સ 5 સ્ટાર રેટેડ છે. બેસ્ટ-ઇન-ક્લાસ જર્મન એન્જિનિયરિંગ અને ભારતીય માર્કેટ્સ માટે ઇનોવેશન દ્વારા બીએચએસે ભારતીય પરિવારોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બીએસએચે પ્રોડક્ટ્સ વિકસાવી છે.

કંપનીની વેચાણ સિદ્ધિ અંગે વાત કરતાં બીએસએચ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિરજ બહલે જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં બીએસએચ માટે ભારત મહત્વપૂર્ણ માર્કેટ છે. આ સિદ્ધિથી અમને અમારા ગ્રાહકો માટે ઉત્કૃષ્ટ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે નિરંતર કામ કરવામાં મદદ મળી રહેશે, જે અમારા માટે હંમેશાથી પ્રથમ પ્રાથમિકતા રહ્યાં છે. ભારતીય માર્કેટ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા સાથે બીએસએચ હંમેશાથી ઇનોવેટિવ અને ભારતીય ગ્રાહકોની જરૂરિયાત મૂજબ વિશેષતાઓ ધરાવતી પ્રોડક્ટ્સ વિકસાવી છે તથા ગ્લોબલ ફર્સ્ટ પ્રોડક્ટ એક્સટેન્શન્સ વિકસાવ્યાં છે. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમના વિશ્વાસ અને સહયોગથી અમે ટૂંકા સમયગાળામાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યાં છીએ.”

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં બીએસએચે ભારતમાં 7 કિલો કેટેગરીમાં ફ્રન્ટ લોડ વોશિંગ મશીન લોન્ચ કર્યું હતું, જેનું ઉત્પાન કંપનીના ચેન્નઇ ખાતેના અદ્યતન એકમમાં કરાયું હતું. એપ્રિલ 2018માં પ્લાન્ટે 5 લાખ વોશિંગ મશીન્સના ઉત્પાદનના સીમાચિહ્નને હાંસલ કર્યું તથા ગત વર્ષે બોશે વૈશ્વિક લોન્ચ પહેલાં ભારતને પ્રથમ માર્કેટ તરીકે ધ્યાનમાં લઇને ટોપ લોડર્સ વોશિંગ મશીન્સ લોન્ચ કર્યાં હતાં.

મહત્વપૂર્ણ છે કે બીએસએચ તેની ભારત માટેની ઇનોવેટિવ જર્મન ટેક્નોલોજી સાથે ભારતીય ગ્રાહકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવવામાં સફળતા મેળવી છે. બ્રાન્ડના વોશિંગ મશીન્સ આઇ-ડીઓએસઃડિટર્જન્ટ ડોઝ ડિસ્પેન્સિંગ ટેક્નોલોજી, એન્ટી ટેંગલ, એક્સપ્રેસ વોશ, વેરિઓડ્રમ વગેરે જેવી ભારતીય પરિવારો માટેની કસ્ટમાઇઝ્ડ વિશેષતાઓથી સજ્જ છે. લોન્ડ્રી એક્સપર્ટ તરીકે બોશનની #NoDamage ટેક્નોલોજીથી સજ્જ ફ્રન્ટ લોડિંગ અને ટોપ લોડર વોશિંગ મશીન્સ ફેબ્રિક્સની ગુણવત્તા જાળવી રાખે છે તથા તેને કોઇપણ પ્રકારનું નુકશાન કરતાં નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news