BMW લાવી આ સસ્તી નવી કાર, મિડલ ક્લાસવાળા પણ આરામથી ખરીદી શકશે!

Affordable BMW Car: અપર મિડલ ક્લાસના લોકો 40 થી 50 લાખ રૂપિયાની કાર ખરીદી શકે છે. એવામાં BMWએ હવે નવી કાર લોન્ચ કરી છે, જેની કિંમત 46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
 

BMW લાવી આ સસ્તી નવી કાર, મિડલ ક્લાસવાળા પણ આરામથી ખરીદી શકશે!

BMW 2 Series M Performance Edition: BMW એ ભારતમાં નવી BMW 220i M પરફોર્મન્સ એડિશન (માત્ર પેટ્રોલ) 46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, ભારત) ની કિંમતે લોન્ચ કરી છે. તેનું ઉત્પાદન ચેન્નાઈના BMW ગ્રુપ પ્લાન્ટમાં થઈ રહ્યું છે. આ લિમિટેડ એડિશન માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ થશે. નવું મૉડલ 220i M Sport Pro ટ્રીમ કરતાં લગભગ રૂ. 50,000 વધુ મોંઘું છે. 

BMW 2 સિરીઝ M પરફોર્મન્સ એડિશન (BMW 2 Series M Performance Edition)  બ્લેક સેફાયર મેટાલિક પેઇન્ટમાં ઉપલબ્ધ છે. તે લાંબા સિલુએટ અને ફ્રેમલેસ દરવાજા સાથે આવે છે. તેમાં M પરફોર્મન્સ ફ્રન્ટ ગ્રિલ, ફોગ લેમ્પ ઇન્સર્ટ અને Cerium ગ્રે રંગીન ORVM છે. LED હેડલાઇટ્સ અને ફુલ-LED ટેલ-લાઇટ્સ છે. ટેલ-લાઇટ તેના પાછળના મધ્ય ભાગ સુધી ફેલાયેલી છે. M પરફોર્મન્સ સ્ટીકર્સને સાઇડ પ્રોફાઇલ પર લગાવવામાં આવ્યા છે.

નવી BMW 2 સિરીઝ M પરફોર્મન્સ ફીચર્સ
નવી BMW 2 સિરીઝ M પર્ફોર્મન્સમાં કેબિનની અંદર પેનોરેમિક ગ્લાસ સનરૂફ, અલકાન્ટારા ગિયર સિલેક્ટર લીવર, M પરફોર્મન્સ ડોર પિન અને ડોર પ્રોજેક્ટર, ઇલેક્ટ્રિકલ મેમરી ફંક્શન સાથે BMW સ્પોર્ટ સીટ, 40/20/40 સ્પ્લિટ રીઅર સીટ અને 6 ડિમેબલ ડિઝાઇન્સ  સાથે લાઇટિંગ મળેછે. તેમાં 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, 10.25-ઇંચ કંટ્રોલ ડિસ્પ્લે, BMW હેડ-અપ ડિસ્પ્લે, BMW જેસ્ચર ટેક્નોલોજી, HiFi લાઉડસ્પીકર સિસ્ટમ, રિયર વ્યૂ કેમેરા સાથે પાર્કિંગ આસિસ્ટન્ટ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay સહિત ઘણી સુવિધાઓ છે.

તે છ એરબેગ્સ, એટેન્ટિવનેસ આસિસ્ટન્સ, બ્રેક આસિસ્ટ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ટ્રેક્શન કંટ્રોલ, ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સાઇડ-ઇમ્પેક્ટ પ્રોટેક્શન, ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઇમોબિલાઇઝર અને ક્રેશ સેન્સર જેવી સુવિધાઓ સાથે આવે છે. 

નવી BMW 2 સિરીઝ M પર્ફોર્મન્સ એન્જિન
BMW 2 સિરીઝ M પર્ફોર્મન્સ એડિશન 2.0L ફોર-સિલિન્ડર ટ્વીન-ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 1350-4600rpm પર 176bhp અને 280Nm જનરેટ કરે છે. તે માત્ર 7.1 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તેમાં 7-સ્પીડ સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. સ્ટીયરીંગ વ્હીલ પર પેડલ શિફ્ટર પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news