Jio અને Airtel Xstream કરતાં ચઢિયાતો છે Excitel નો આ ખાસ પ્લાન, મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ

300 એમબીપીએસ સ્પીડવાળા બ્રોડબેંડ પ્લાનની વાત કરીએ તો એક્સાઇટેલના 899 રૂપિયા મંથલીવાળો પ્લાન જોરદાર છે. તેમાં અનલિમિટેડ ડેટા અને કોલિંગ બેનિફિટ સાથે બીજા ધણા પ્રકારના પણ લાભ મળે છે.

Jio અને Airtel Xstream કરતાં ચઢિયાતો છે Excitel નો આ ખાસ પ્લાન, મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ

નવી દિલ્હી: ભારતમાં હાઇસ્પીડ ઇન્ટરનેટની ડિમાન્ડ ખૂબ વધી ગઇ છે. એવામાં JioFiber, BSNL Fiber, Airtel Xstream ના ધાંસૂ બ્રોડબેન્ડ પ્લાન્સની સાથે જ Excitel ના ઘણા બ્રોડબેંડ પ્લાન્સ પણ ખૂબ પોપ્યુલર થઇ રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો એક્સાઇટેલના બ્રોડબેંડના પ્લાન ખૂબ જોરદાર અને બાકી પ્રોવાઇડર્સ કરતાં સારી સર્વિસવાળા છે. 

આજકાલ ઓટીટી પ્લેટફોર્મ્સ પર વીડિયો સ્ટ્રીમિંગ (Video Streaming) હોય અથવા હેવી ગેમ રમવાની હોય, હાઇ સ્પીડ ઇન્ટરનેટને જરૂર પડે છે. એક્સાઇટેલ ભારતના બેસ્ટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સમાંથી એક છે, જેનું સૌથી મોટું કારણ એ છે કે એક્સાઇટેલ ઓછા ભાવમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા પુરી પાડે છે. 

Excitel ના ઘણા એવા બ્રોડબેંડ પ્લાન્સ છે, જેમાં તમને હાઇ સ્પીડ ઇન્ટરનેટની સાથે જ અનલિમિટેડ ડેટાનો લાભ મળે છે. આ બ્રોડબેંડ પ્લાન્સમાં જે સુવિધઓ તમને મળે છે, તેની મદદથી તમે ઘણા બધા મહત્વપૂર્ણ કામ કરી શકો છો. જેમ કે ઓનલાઇન હેવી ગેમ રમવી, ઓટીટી પ્લેટફોર્મ પર કલાકો સુધી ફિલ્મ જોવી અથવા વેબ સીરીઝ જોવી, વર્ક ફ્રોમ હોમ અથવા બાળકોના ઓનલાઇન ક્લાસીસ.

જો તમે 300 Mbps સ્પીડવાળો કોઇ બ્રોડબેંડ પ્લાન લો છો તો તમને બાકી પ્રોવાઇડર્સની અપેક્ષાએ એક્સાઇટેલનો સસ્તો પ્લાન મળી જાય છે. તેની સાથે તમને ઘણા ઓટીટી પ્લેટફોર્મ્સના ફ્રી સબ્સક્રીપ્શન પણ મળી જાય છે. તો બીજી તરફ આ પ્રકારની સુવિધા માટે જિયો અને એરટેલ ગ્રાહકોને 999 રૂપિયા વસૂલે છે.  

શું-શું ફાયદો મળે છે
300 એમબીપીએસ સ્પીડવાળા બ્રોડબેંડ પ્લાનની વાત કરીએ તો એક્સાઇટેલના 899 રૂપિયા મંથલીવાળો પ્લાન જોરદાર છે. તેમાં અનલિમિટેડ ડેટા અને કોલિંગ બેનિફિટ સાથે બીજા ધણા પ્રકારના પણ લાભ મળે છે. જો તમને એક મહિના માટે આ બ્રોડબેંડ પ્લાન લો છો તો તમારે લગભગ રૂપિયા થાય છે, પરંતુ જો તમે એક વર્ષ માટે એક્સાઇટેલનો બ્રોડબેંડ પ્લાન લો છો તો તમને ઘણો ફાયદો મળે છે અને દર મહિને ફક્ત 499 રૂપિયા ચૂકવવા પડે છે. આ પ્લાનની સાથે તમને ZEE5 Premium, Voot Select, ShemarooMe અને Eros Now જેવા ઓટીટી પ્લેટફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી જાય છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news