BATTLEGROUND MOBILE આ અઠવાડીયામાં થશે લોન્ચ, PUBG કરતા પણ છે જોરદાર ગેમ

ભારતમાં ખૂબ જ જલ્દી બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BATTLEGROUND MOBILE INDIA) ગેમ લોન્ચ થઈ શકે છે. ક્રાફટન (CRAFTON) કંપની આ ગેમથી જોડાયેલી દરેક માહિતી ટીઝર (TEASER)થી આપી રહી છે.

BATTLEGROUND MOBILE આ અઠવાડીયામાં થશે લોન્ચ, PUBG કરતા પણ છે જોરદાર ગેમ

નવી દિલ્લીઃ ભારતમાં ખૂબ જ જલ્દી બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BATTLEGROUND MOBILE INDIA) ગેમ લોન્ચ થઈ શકે છે. ક્રાફટન (CRAFTON) કંપની આ ગેમથી જોડાયેલી દરેક માહિતી ટીઝર (TEASER)થી આપી રહી છે. હાલમાં આવેલા ટીઝરમાં આ ગેમની લોન્ચિંગ ડેટની પણ માહિતી આપવામાં આવી છે. જે મુજબ 18 જૂનના રોજ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા લોન્ચ થઈ શકે છે.

No description available.

1. PUBGનો બેસ્ટ વિકલ્પ હશે BATTLEGROUND MOBILE
ભારતમાં PUBGના બેન થયા બાદ ગેર્મ્સ સતત તેનો વિકલ્પ શોધી રહ્યા છે. જે હજુ સુધી તેમને મળ્યો નથી. પરંતું, આ અઠવાડીયાના અંતમાં બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા લોન્ચ થઈ જશે. જે ગેર્મ્સને શાનદાર ગેમિંગ એક્સપીરિયન્સ આપશે.

2. માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ રમી શકેશે આ ગેમ
લોન્ચિંના થોડા મહિના માત્ર એન્ડ્રોઈડ (ANDROID) યુઝર્સ જ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા ગેમને રમી શકશે. IOSમાં આ ગેમને ડાઉનલોડ કરી નહીં શકાશે. કંપનીનું કહેવું છે અમે હજુ આ ગેમ પર કામ કરી રહ્યા છે. એન્ડ્રોઈડ બાદ IOS માટે પણ ગેમ લોન્ચ કરવામાં આવશે.

3. પહેલાં કરવું પડશે પ્લે સ્ટોર પર રજીસ્ટર
બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા માટે પ્રિ-રજીસ્ટ્રેશન 18 મેથી શરૂ કરાયું હતું. જેનાથી યુઝર્સને ગેમ અંગે માહિતી મળતી રહેશે. પ્રિ-રજીસ્ટ્રેશનથી લોકોમાં ગેમની ઉત્સુકતા વિશે જાણી શકાય. તમે પ્લે સ્ટોર (GOOGLE PLAY STORE) પર રજીસ્ટર કરી શકો છો.

4. 600 MB સુધીની સાઈઝ હશે ગેમની
આ ગેમની સાઈ 600 MB સુધીની હોય શકે છે. સાથે જ આ ગેમ રમવા માટે તમારા મોબાઈલમાં 2 GB RAM અને એન્ડ્રોઈડ 5.1 અથવા એનાથી વધારેનું વર્ઝન હોવું જોઈએ.

5. 3 કલાકથી વધારે નહીં રમી શકો ગેમ
કોઈ પણ યુઝર આ કેમ 3 કલાકથી વધારે નહીં રમી શકે. જેના કારણે બાળકોના માતા-પિતાને મહદ અંશે રાહત મળશે. સાથે જ એપ્લિકેશનમાં ખરીદી માટે એક દિવસની મર્યાદા 7 હજાર રૂપિયા હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news