કારના શોખીનો ખુશ થઈ જાઓ...કંપનીની નવી અલ્ટો લાવવાની તૈયારી, માઈલેજ જાણીને તો ઉછળી પડશો
કંપનીએ તેનું પ્રોડક્શન 1979માં શરૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં તેમાં અનેક ચેન્જીસ જોવા મળ્યા છે. ખાસ કરીને અલ્ટોના કર્બ વેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે એવા સમાચાર છે કે કંપની 10મી જનરેશન અલ્ટોનું વજન લગભગ 100 કિલોગ્રામ ઓછું કરવાની છે.
Trending Photos
ભારતીય બજારમાં મારુતિ સુઝૂકીની અલ્ટો કાર વધુ વેચાતી કાર છે. તે દેશના ઈતિહાસમાં સૌથી વધુ વેચાયેલી કાર પણ છે. અલ્ટોને જનરેશન પ્રમાણે સતત અપડેટ કરવામાં આવી છે. જાપાની બજારમાં સુઝૂકી અલ્ટોની 9મી જનરેશન છે. કંપનીએ તેનું પ્રોડક્શન 1979માં શરૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં તેમાં અનેક ચેન્જીસ જોવા મળ્યા છે. ખાસ કરીને અલ્ટોના કર્બ વેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે એવા સમાચાર છે કે કંપની 10મી જનરેશન અલ્ટોનું વજન લગભગ 100 કિલોગ્રામ ઓછું કરવાની છે.
કોનું વજન સૌથી વધુ
સુઝૂકીએ જ્યારે પહેલી જનરેશન અલ્ટોને લોન્ચ કરી હતી ત્યારે તેનું વજન 545 કિલોગ્રામ હતું. જે 9મી જનરેશન આવતા સુધીમાં તો 680 કિલોગ્રામ થઈ ગયું. અલ્ટોની સાતમી જનરેશનનું વજન સૌથી વધુ 740 કિગ્રા હતું કંપની પોતાના નવા હાર્ટેક્ટ પ્લેટફોર્મ સાથે અલ્ટોના વજનને 100 કિગ્રાથી પણ વધુ ઓછું કરવામાં સક્ષમ હતી. આવામાં 8મી જનરેશનની અલ્ટોનું વજન 620 કિગ્રા રાખવામાં આવ્યું. સુઝૂકી એકવાર ફરીથી આ હેચબેકનું વજન ઓછું કરવા માંગે છે. અલ્ટોના હાલના મોડલનું વજન 680 કિગ્રા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવી જનરેશન અલ્ટોનું વજન લગભગ 580 કિગ્રા જેટલું થઈ જશે.
હળવા દમદાર મટિરિયલનો ઉપયોગ
કંપની વજન ઓછું કરવા માટે કારમાં ઉપયોગમાં લેવાતા અલગ અલગ કોમ્પોનેન્ટમાં વજનમાં હળવા મટિરિયલનો ઉપયોગ કરી શકે છે. જેમ કે કંપનીએ ન્યૂ સ્વિફ્ટમાં નવું Z12 એન્જિન આપીને તેના વજનને ઓછું કર્યું છે. તે હળવું અને હાઈ એફિસિયન્સીવાળું એન્જિન છે. જેને કંપની વેગનઆર, ડિઝાયર, બલેનો અને ફ્રોન્ક્સ જેવી અન્ય મારુતિ કારોમાં પણ ઉપયોગ કરે છે. 10મી જનરેશન અલ્ટો માટે હાર્ટેક્ટ પ્લેટફોર્મના ઈમ્પ્રુવ્ડ વર્ઝનનો ઉપયોગ થાય તેવી શક્યતા છે. હાર્ટેક્ટ પ્લેટફોર્મ હળવું છે અને તેમાં અલ્ટ્રા અને એડવાન્સ્ડ હાઈ ટેન્સાઈલ સ્ટીલ (UHSS અને AHSS) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે દુર્ઘટનાની સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા વધારવામાં મદદ કરે છે.
નવી અલ્ટોની માઈલેજ
વજન ઓછું હોવાથી ન્યૂ અલ્ટોની માઈલેજ વધુ સારી થશે. હાલની મારુતિ અલ્ટો K10 ની વાત કરીએ તો મેન્યુઅલ ગિયરબોક્સ સાથે તેની માઈલેજ 24.39 કિમી પ્રતિ લીટર અને AGS સાથે 24.90 કિમી પ્રતિ લીટર છે. જ્યારે CNG વેરિએન્ટ 33.85 કિમી પ્રતિ કિલોગ્રામની માઈલેજ ઓફર કરે છે. 100 કિગ્રા વજન ઓછું થવાની સાથે 10મી જનરેશનની અલ્ટો લગભગ 30 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે. જ્યારે CNG વેરિએન્ટની માઈલેજનો આંકડો વધીને 37-38 કિમી પ્રતિ કિગ્રા સુધી પહોંચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે