iPhone Hacking: કેવી છે Apple ની સિક્યુરિટી સિસ્ટમ? કેવી રીતે બચાવે છે હેકિંગથી...જાણો સમગ્ર માહિતી
Apple warns Opposition MPs: વિપક્ષના અનેક નેતાઓના આઈફોનમાં હેકિંગની આહટ સંભળાઈ રહી છે. આ નેતાઓએ દાવો કર્યો છે કે તેમના ફોન પર એક એલર્ટ મેસેજ આવ્યો છે, જેમાં કહેવાયું છે કે તેમના ફોનને સ્ટેટ સ્પોન્સર એટેકર ટાર્ગેટ કરી રહ્યા છે. હવે આવામાં આવો જાણીએ કે કેવી છે એપ્પલની સિક્યુરિટી સિસ્ટમ અને કેવી રીતે તે તમારા એપ્પલ આઈડી પર મેસેજ કરે છે અને કેવી રીતે હેકિંગથી તમે બચી શકો છો.
Trending Photos
Apple warns Opposition MPs: વિપક્ષના અનેક નેતાઓના આઈફોનમાં હેકિંગની આહટ સંભળાઈ રહી છે. આ નેતાઓએ દાવો કર્યો છે કે તેમના ફોન પર એક એલર્ટ મેસેજ આવ્યો છે, જેમાં કહેવાયું છે કે તેમના ફોનને સ્ટેટ સ્પોન્સર એટેકર ટાર્ગેટ કરી રહ્યા છે. આ એલર્ટમાં કહેવાયું છે કે હેકર આ નેતાઓના ફોનમાંથી જાણકારીઓ મેળવવાની કોશિશ કરવામાં આવી છે. તેમાં એમ પણ કહેવાયું છે કે દૂરથી આ નેતાઓના ફોનના ડેટા, કેમેરા, અને માઈક્રોફોનને પણ કંટ્રોલ કરી શકાય છે.
ફોન હેકિંગનો આરોપ લગાવનારા નેતાઓમાં મહુઆ મોઈત્રા, ઉપરાંત કોંગ્રેસ સાંસદ શશિ થરુર, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા સહિત અનેક વિપક્ષ નેતા સામેલ છે. આ નેતાઓએ એપલ તરફથી એલર્ટના આધારે દાવો કર્યો કે સરકાર તેમના ફોન અને ઈમેઈલ હેકિંગની કોશિશ કરી રહી છે.
"Apple does not attribute the threat notifications to any specific state-sponsored attacker. State-sponsored attackers are very well-funded and sophisticated, and their attacks evolve over time. Detecting such attacks relies on threat intelligence signals that are often imperfect… https://t.co/Bvmi5G1pQ4
— ANI (@ANI) October 31, 2023
એપ્પલની પ્રતિક્રિયા
જો કે આ તમામ આરોપો પર હવે એપ્પલ કંપનીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. એપ્પલ તરફથી બહાર પડેલા નિવેદનમાં કહેવાયું છે કે એપ્પલ એવું કોઈ નોટિફિકેશન જારી કરતું નથી. અમે કોઈ વિશેષ રાજ્ય પ્રાયોજિત હેકરની વાત કરી શકીએ નહીં. એ શક્ય છે કે એપ્પલની કેટલીક સૂચનાઓ ખોટી ચેતવણી હોઈ શકે છે. આવી સૂચનાઓ જારી કરવાનું કારણ જણાવવા માટે અમે અસમર્થ છીએ. કારણ જણાવવાથી ભવિષ્માં હેકર્સને બચવામાં મદદ મળી શકે છે.
હવે આવામાં આવો જાણીએ કે કેવી છે એપ્પલની સિક્યુરિટી સિસ્ટમ અને કેવી રીતે તે તમારા એપ્પલ આઈડી પર મેસેજ કરે છે અને કેવી રીતે હેકિંગથી તમે બચી શકો છો.
આઈફોનની સિક્યુરિટી સિસ્ટમની ખુબીઓ...
એપ્પલ સિક્યુરિટી એપીઆઈ: આ એપીઆઈ એપ્પલના સિક્યુરિટી હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
ટુ ફેક્ટર સર્ટિફિકેશન: આ એક વધારાનું સુરક્ષા પડ જોડે છે જેનાથી તમારા ડિવાઈસને એ લોકો દ્વારા એક્સેસ કરવું મુશ્કેલ બની જાય છે. જે તમારા પાસવર્ડને જાણે છે.
પાસકોડ: આ એક 4 ડિજિટનો કોડ છે જે તમારા અનલોક ડિવાઈસને ખોલવા માટે ઉપયોગમાં લેવાય છે.
ફેશિયલ આઈડી: આ એક ફેશિયલ સ્કેનર છે જે તમારા ચહેરાની ઓળખ કરીને તમારા ડિવાઈસને અનલોક કરે છે.
લોકડાઉન મોડ: આ એક સુરક્ષા મોડ છે જે તમારા ડિવાઈસને વધુ સુરક્ષિત બનાવે છે.
કોઈ છેડછાડ કરવાની કોશિશ કરે તો એપ્પલ Apple ID પર આ રીતે મોકલે છે મેસેજ....
મેસેજ (iMessage): આઈફોનમાં તમને એક મેસેજ મળી શકે છે જે તમારા એપ્પલ આઈડી સાથે જોડાયેલો હોય છે. આ મેસેજમાં તમને સુરક્ષા ચેતવણી કે સંદેશ તરીકે એક મેસેજ મળે છે જેમાં તમને કેટલાક પગલાં ભરવાની સલાહ આપવામાં આવી શકે છે.
ઈમેઈલ
તમારા એપ્પલ આઈડી સાથે જોડાયેલો એક ઈમેઈલ પણ તમારા ઈનબોક્સમાં પહોંચે છે. જેમાં સુરક્ષા સમસ્યાઓની સૂચના અને તેના સમાધાન વિશે જાણકારી હોય છે.
પુશ નોટિફિકેશન
એપ્પલ તમારા ડિવાઈસ પર પુશ નોટિફિકેશનના માધ્યમથી તમને સુરક્ષા સંદેશો મોકલે છે. તેને તમે તમારા ડિવાઈસના સેટિંગ્સમાં જોઈ શકો છો.
એલર્ટ મેસેજમાં શું જાણકારી હોય છે?
ઘટનાનો પ્રકાર
આ જણાવે છે કે એલર્ટ કયા પ્રકારની ઘટના વિશે છે. દાખલા તરીકે આ એક પાસવર્ડ ફેરફાર, એક નવા ડિવાઈસનો ઉપયોગ, કે એક સસ્પીશિયસ એક્ટિવિટી વિશે હોઈ શકે છે.
ઘટનાનું વિવરણ
તે ઘટના વિશે વધુ જાણકારી આપે છે. જેમ કે એ જણાવી શકે છે કે પાસવર્ડ બદલાવ કયા ડિવાઈસથી કરાયો હતો કે કયો નવો ડિવાઈસ એપલ આઈડીમાં જોડવામાં આવ્યો હતો.
સલાહ આપે છે
તે તમને સલાહ આપે છે કે તમારે ઘટના વિશે શું કરવું જોઈએ. દાખલા તરીકે તમારે પાસવર્ડ બદલવા કે પછી એપ્પલ આઈડીથી ડિવાઈસને હટાવવાનું કહેવામાં આવી શકે છે.
કેવી રીતે રહેવું સુરક્ષિત
સ્ટ્રોંગ પાસવર્ડ રાખો
તમારો પાસવર્ડ ઓછામાં ઓછા 12 લેટર લાંબો હોવો જોઈએ અને તેમાં સંખ્યાઓ, અક્ષરો અને સિમ્બોલ્સનું કોમ્બિનેશન હોવું જોઈએ.
પાસવર્ડ બદલતા રહો
દર 90 દિવસે પાસવર્ડ બદલતા રહો
ટુ ફેક્ટર સર્ટિફિકેશનનો ઉપયોગ
ટુ ફેક્ટર સર્ટિફિકેશન એક વધારાનું સુરક્ષા પડ જોડે છે. જેનાથી તમારા એપ્પલ આઈડીને તે લોકો દ્વારા એક્સેસ કરવું મુશ્કેલ બને છે જેઓ તમારો પાસવર્ડ જાણે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે