iPhone 14 અંગે થયો મોટો ખુલાસો: ડિઝાઈન જોઈ ફેન્સના ઉડ્યા હોશ; કહ્યું- Wow! શું...

iPhone 13 ગત મહિને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે, જેની ડિઝાઇન આઇફોન 12 જેવી જ છે. અગાઉ કેટલાક અહેવાલો હતા કે એપલ આ વર્ષે પ્રથમ વખત ડિસ્પ્લેમાં હોલવાળો આઇફોન લોન્ચ કરશે. પરંતુ, એવું લાગે છે કે Apple એ આગામી મોડલ સુધી તેને અપનાવવામાં વિલંબ કર્યો છે

iPhone 14 અંગે થયો મોટો ખુલાસો: ડિઝાઈન જોઈ ફેન્સના ઉડ્યા હોશ; કહ્યું- Wow! શું...

નવી દિલ્હી: iPhone 13 ગત મહિને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે, જેની ડિઝાઇન આઇફોન 12 જેવી જ છે. અગાઉ કેટલાક અહેવાલો હતા કે એપલ આ વર્ષે પ્રથમ વખત ડિસ્પ્લેમાં હોલવાળો આઇફોન લોન્ચ કરશે. પરંતુ, એવું લાગે છે કે Apple એ આગામી મોડલ સુધી તેને અપનાવવામાં વિલંબ કર્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, સંભવ છે કે Apple આગામી વર્ષે iPhone 14 ને સિંગલ-હોલ સ્ક્રીનથી સજ્જ કરશે.

iPhone 14 કેવી રીતે હશે અલગ?
અહેવાલો અનુસાર, LG એ સંબંધિત ટેક્નોલોજી ડેવલપ કરવાનું શરૂ કર્યું છે. આ પગલાને નવા iPhone ઓર્ડરની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યા છે અને iPhone 14 માટે જરૂરી હોલ સ્ક્રીન સપ્લાય કરશે. પરંતુ ધ્યાન આપો કે, ફેસ આઈડી કોમ્પોનેન્ટને કારણે એપલ ફેસ આઈડી કોમ્પોનેન્ટ્સની પ્લેસમેન્ટ માટે 'પિલ-શેપ્ડ'નો ઉપયોગ કરશે. થોડા સમય પહેલા, કેટલાક ડિઝાઇનરોએ સંદર્ભિત રેન્ડરિંગ કર્યું હતું જેથી આપણે ડિઝાઇનને પ્રથમ જોઈ શકીએ. એકંદરે, લોન્ગ સ્ટ્રિપ હોલ ફોનના ડિસ્પલેને વધુ વધારશે અને વધારે કન્ટેન્ટ દેખાળશે.

iPhone 14 માં કરશે LTPO ટેકનોલોજીનો ઉપયોગ
iPhone 13 પ્રો મોડેલની ડિસ્પ્લેમાં 120 Hz નો રિફ્રેશ રેટ છે. જ્યારે સ્ટાન્ડર્ડ iPhone 13 મોડેલમાં માત્ર 60Hz પેનલ છે. iPhone 14 લાઇનઅપ માટે એકદમ અલગ સ્થિતિ હશે. આગામી પેઢીના તમામ મોડેલોમાં LTPO ટેકનોલોજીનો ઉપયોગ કરીને 120 Hz ડિસ્પ્લે મળશે. હાલમાં માત્ર સેમસંગ LTPO ડિસ્પ્લેનું ઉત્પાદન કરવા સક્ષમ છે; જેમાં સમગ્ર iPhone સિરીઝનું પ્રોડક્શન કરવા માટે સક્ષમ નથી. LG પહેલાથી જ સ્પર્ધકને મદદ કરવાની તૈયારી કરી રહ્યું છે.

પહેલા કરતા વધુ સારો હશે iPhone 14
અહેવાલો અનુસાર, તે આગામી વર્ષ સુધીમાં વિવિધ પ્રકારની પેનલનું ઉત્પાદન શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે. કોરિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની iPhone 14 માટે જરૂરી કોમ્પોનેન્ટ્સની જરૂરી રકમ પૂરી પાડવા સક્ષમ છે. એલજી પહેલેથી જ એવાકો સાથે વાતચીત કરી રહી છે, જે એલટીપીઓ ડિસ્પ્લેના ઉત્પાદન માટે સાધનો પૂરા પાડે છે અને સંગઠિત ઉત્પાદન માટે Apple ની મંજૂરીની રાહ જોઈ રહી છે. જો બધું બરાબર ચાલે છે, તો આઇફોન 14 નું બેઝ મોડેલ પહેલા કરતા અલગ અને વધુ જોવાલાયક હશે. Apple 13 પ્રો મોડેલમાં પણ ફેરફાર જોઈ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news