ભારતના આયરન મેનનો વીડિયો વાયરલ, ઈમ્ફાલના કિશોરની કલાકારીના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ થયા અભિભૂત!

ભારતના આયરન મેનનો વીડિયો વાયરલ, ઈમ્ફાલના કિશોરની કલાકારીના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ થયા અભિભૂત!

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર રોજ કોઈને કોઈ પ્રેરણાત્મક અને વાયરલ કન્ટેન્ટ શેર કરતા રહેતા હોય છે. થોડા દિવસ પહેલા તેમણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ઈમ્ફાલમાં રહેતા પ્રેમ નિનગોમબમ નામના એક કિશોરે 'આયરન મેન'નું સુટ બનાવ્યું છે. તેનો વીડિયો જોયા બાદ આનંદ મહિન્દ્રા આ કિશોરથી ઘણા પ્રભાવિત થયા અને તેના અભ્યાસનો ખર્ચ પોતે ઉઠાવવા નિર્ણય લીધો. 

 

 

આજકાલ લોકો તથા નાના બાળકો ફિલ્મો જોઈ તેમાંથી પ્રેરણા લેતા હોય છે. અને અભૂતપૂર્વ વસ્તુઓ બનાવે છે. તેમાંથી એક ઈમ્ફાલમાં રહેતો કિશોર છે પ્રેમ કે જેણે નાની ઉંમરમાં 'આયરન મેન'નું હુબહુ સુટ બનાવ્યું છે. પહેલી નજરે એવું જ લાગશે કે આ 'આયરન મેન'નો પ્રોટોટાઈપ છે. પરંતુ આ સુટને પહેર્યા બાદ આ કિશોર મિની આયરન મેન જેવો જ લાગે છે. સૌથી મહત્વની અને ખાસ વાત એ છે કે આ આયરન મેનના સુટને બનાવવા માટે કોઈ ભારે ખર્ચ કરવામાં નથી આવ્યો, પરંતુ ભંગાર અને સામાન્ય વસ્તુઓની મદદથી આ સુટ બનાવવામાં આવ્યું છે. 

પ્રેમે જણાવ્યું કે તેને બાળપણથી ડ્રોઈંગનો શોખ છે. જ્યારે તેણે આયરન મેન ફિલ્મ જોઈ ત્યારે તે ઘણો પ્રભાવિત થયો. ખાસ કરીને સુટના મેકેનિઝમથી તે ખુબ પ્રભાવિત થયો. પ્રેમે આ સુટ બનાવવા નક્કી કર્યું. પરંતુ તેના પાસે આ સુટ કેવી રીતે બનાવવું તેની માહિતી ન હતી. તેથી તેણે હોલીવુડની ફિલ્મ અને ઈન્ટરનેટમાંથી થોડી માહિતી એકત્રિત કરી. ધીરે ધીરે તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. જો કે સુટ બનાવવા જે ઉપકરણોની જરૂર હતી તે બહું મોંઘી હતી. તેની માતા જ ઘરનું ગુજરાન ચલાવતા હોવાથી પ્રેમે નક્કી કર્યું કે તે તેમને બહુ બોજ નહીં આપે. આખરે પ્રેમે ઈલેક્ટ્રોનિક વેસ્ટ, કાર્ડબોર્ડ સહિતની વસ્તુઓ અકત્રિત કરી. સુટની બોડી કાર્ડબોર્ડથી બનાવી, જ્યારે બોડીના આર્મરને ઈલેક્ટ્રોનિક વેસ્ટથી બનાવ્યું. આ સુટ સંપૂર્ણ રીતે રિમોટ કંટ્રોલથી ચાલે છે. પ્રેમે સુટને 2020માં ફિનિશિંગ ટચ આપ્યું. આયરન મેનનું સુટ બનાવ્યા બાદ પ્રેમે ખુબ લોકચાહના મેળવી તેમજ લોકોએ તેને સપોર્ટ પણ આપ્યો.
 

— anand mahindra (@anandmahindra) September 20, 2021

 

પ્રેમે બનાવેલા આયરન મેનના સુટથી અચંભિત અને પ્રેરિત થયેલા આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી કહ્યું કે, ''આ કિશોરની પ્રતિભાને સમર્થન આપવા હું ઘણો ઉત્સુક હતો. તેથી હું ઈમ્ફાલમાં અમારી ઓટો સેક્ટર પાર્ટનર્સ શિવ્ઝ ઓટોટેકનો આભારી છું જેમણે પ્રેમ અને તેમના પરિવારને તેમની ઈચ્છાને સમજવા મુલાકાત લીધી.

આનંદ મહિન્દ્રાએ વધુમાં કહ્યું કે, ''હું પ્રેમની મહત્વકાંક્ષા અને કૌશલથી ન માત્ર હૈરાન છું, પરંતુ પ્રેરિત પણ થયો છે. ખરાબ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પ્રેમે પોતાનો ટેલેન્ટ દર્શાવ્યો તેમજ પોતાનું સપનું સાકાર કર્યું. પ્રેમે પોતાની પાસે રહેલા સ્ક્રેપ મટીરિયલ અને પોતાની સુંદર સર્જનથી આ શાનદાર સુટ બનાવ્યું. અમારા સમૂહના ચીફ ડિઝાઈન ઓફિસર પણ પ્રેમથી પ્રભાવિત થયા છે. તેઓ પ્રેમ સાથે જોડાઈ તેને કરિયરનું માર્ગદર્શન આપશે. તેમજ તેના ભાઈ-બહેનને અભ્યાસની સુવિધા પણ પૂર્ણ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news