IPL 2021: શું મુંબઈ ઈન્ડિયન્સ માટે બંધ થઈ ગયો પ્લેઓફનો દરવાજો? સમજો ગણિત


મુંબઈ ઈન્ડિયન્સને અત્યાર સુધી કુલ 12 મેચ રમી છે, જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે પાંચ મેચ જીતી છે અને સાતમાં હારનો સામનો કર્યો છે. પાછલા વર્ષે યૂએઈમાં રમાયેલી આઈપીએલમાં ચેમ્પિયન બનેલી ટીમ માટે આ સીઝન મુશ્કેલી ભરી રહી છે. 

IPL 2021: શું મુંબઈ ઈન્ડિયન્સ માટે બંધ થઈ ગયો પ્લેઓફનો દરવાજો? સમજો ગણિત

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2021 (IPL 2021) ના પ્લેઓફમાં ત્રણ ટીમોએ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સ બાદ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પણ પ્લેઓફની ટિકિટ કપાવી લીધી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાતમાં સ્થાને છે, પરંતુ શું તેનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયો છે? ચાલો તમને સમજાવીએ ગણિત કે કઈ રીતે મુંબઈની ટીમ પ્લેઓફમાં પહોંચી શકે કે બહાર થઈ શકે છે. 

મુંબઈ ઈન્ડિયન્સને અત્યાર સુધી કુલ 12 મેચ રમી છે, જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે પાંચ મેચ જીતી છે અને સાતમાં હારનો સામનો કર્યો છે. પાછલા વર્ષે યૂએઈમાં રમાયેલી આઈપીએલમાં ચેમ્પિયન બનેલી ટીમ માટે આ સીઝન મુશ્કેલી ભરી રહી છે. આઈપીએલ 2021ના પ્રથમ ફેઝમાં તો ટીમે સારૂ પ્રદર્શન કર્યું પરંતુ બીજા ફેઝમાં ટીમ ભટકી ગઈ છે. સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા જેવા મુંબઈના ખેલાડી ફોર્મમાં જોવા મળ્યા નહીં અને તેની અસર ટીમના પ્રદર્શન પર જોવા મળી રહી છે. 

શું કરવું પડશે પ્લેઓફમાં પહોંચવા માટે
મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફનો માર્ગ મુશ્કેલ થઈ ગયો છે, ટીમે પોતાની બાકી બંને મેચ જીતવી પડશે આ સિવાય બાકી ટીમોના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે. મુંબઈ ઈચ્છશે કે તે રાજસ્થાન રોયલ્સ કેકેઆર વિરુદ્ધ રમાનારી પોતાની મેચ  જીતી જાય. મુંબઈની સૌથી મોટી મુશ્કેલી તેની ખરાબ નેટરનરેટ છે. 

હવે બે મેચ બાકી
મુંબઈ ઈન્ડિયન્સે 5 ઓક્ટોબરે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અને 8 ઓક્ટોબરે સનરાઇઝર્સ વિરુદ્ધ મેચ રમવાની છે. આઈપીએલ 2021ના પ્રથમ ફેઝમાં મુંબઈએ સનરાઇઝર્સ અને રાજસ્થાન રોયલ્સ બંનેને પરાજય આપ્યો હતો. 

બે મેચ જીતીને પણ બહાર થઈ શકે છે મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સ જો પોતાની બંને મેચ જીતી અને કેકેઆર રાજસ્થાનને હરાવી દે તો મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે. કેકેઆર અને મુંબઈ ઈન્ડિયન્સની નેટ રનરેટમાં હાલ .745 નું અંતર છે, તેનો અર્થ છે કે નેટ રનરેટમાં કોલકત્તાને પછાડવા માટે મુંબઈએ બંને મેચ મોતા અંતરે જીતવી પડશે, જે ટીમના હાલના ફોર્મને જોતા મુશ્કેલ લાગી રહ્યું છે. કેકેઆરના ખાતામાં 12 પોઈન્ટ છે અને તેની એક મેચ બાકી છે. જો કોલકત્તા પોતાની અંતિમ લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવી દેશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. મુંબઈના ખાતામાં હજુ 10 પોઈન્ટ છે અને તે બે મેચ જીતીને 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news