ખુશખબરી! હવે 129 રૂપિયામાં મળશે Amazon Primeની સર્વિસ
સતત વધતી પ્રતિસ્પર્ધા વચ્ચે એમેઝોન ઈન્ડિયા (Amazon India) યૂઝર્સ માટે શાનદાર ઓફર લઈને આવ્યા છે. આ હેઠળ એમેઝોન પ્રાઇમ (Amazon Prime) નવા માસિક એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શનને ઈન્ડિયન માર્કેટમાં રજૂ કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ સતત વધતી પ્રતિસ્પર્ધા વચ્ચે એમેઝોન ઈન્ડિયા (Amazon India) યૂઝર્સ માટે શાનદાર ઓફર લઈને આવ્યા છે. આ હેઠળ એમેઝોન પ્રાઇમ (Amazon Prime) નવા માસિક એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શનને ઈન્ડિયન માર્કેટમાં રજૂ કર્યું છે. નવી સ્કીમમાં હવે નોન-પ્રાઇમ સબ્સક્રાઇબર એમેઝોન પ્રાઈમની સર્વિસ માત્ર 129 રૂપિયા મહિનાના ભાડામાં લઈ શકે છે. તેનું એક વર્ષનું સબ્સક્રિપ્શન તમે 999 રૂપિયામાં લઈ શકો છો.
આ પહેલા કંપની તરફથી વર્ષનું સબ્સક્રિપ્શન આપવામાં આવતું હતું. કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, જે યૂઝર મંથલી સબ્સક્રિપ્શન લેશે તેને અમારી તરફથી યૂઝરને દર મહિને મેમ્બરસિપની રિન્યૂ ડેટના ત્રણ-ચાર દિવસ પહેલા જાણકારી આપવામાં આવશે. તેવામાં યૂઝર આગામી મહિના માટે મેમ્બરશિપ કન્ટીન્યૂ કરી શકે છે કે કેન્સલ કરી શકે છે. જો તમારે વાર્ષિક મેમ્બરશિપ જોઈએ તો તમે નેટ બેન્કિંગ કે અન્ય કોઇપણ માધ્યમથી પેમેન્ટ કરી શકો છો.
એમેઝોન તરફથી આપવામાં આવી રહેલી દર મહિનાની ઓફરમાં યૂઝર્સને પ્રાઇમ વીડિયો અને એમેઝોન મ્યૂઝિકનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળશે. તમને જણાવી દઈએ કે, એમેઝોન પ્રાઇમ સર્વિસની શરૂઆત દેશમાં જુલાઈ 2016માં કરવામાં આવી હતી. શરૂઆતમાં તેની પ્રમોશનલ કિંમત 499 રૂપિયા રાખવામાં આવી હતી, જેમાં સર્વિસ લેનાર યૂઝરને વાર્ષિક પ્લાનનો લાભ આપવામાં આવતો હતો. લોન્ચિંગ બાદ તેની કિંમત 99 રૂપિયા કરવામાં આવી હતી.
અમેરિકામાં તેની વાર્ષિક સર્વિસ માટે યૂઝર્સે 119 ડોલર (આશરે 8 હજાર રૂપિયા)ની ચુકવણી કરવાની હોઈ છે. વર્ષ 2017માં યૂઝર્સ માટે એમેઝોન ઈન્ડિયા તરફથી પ્રાઇમ ડેની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં યૂઝર્સને એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ અને કેશબેકનો ફાયદો આપવામાં આવે છે. તેમાં યૂઝરને વન-ડે ડિલીવરી, છૂટની સાથે તે જ દિવસે ડિલીવરીની સાથે ઘણા ફાયદા આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે