75 હજારવાળો 5G Samsung ફોન માત્ર 5199 રૂપિયામાં, એમેઝોન પર આ મહિનાની સૌથી મોટી ઓફર

સેમસંગ ગેલેક્સી S20 FE એેમેઝોનની ડીલ ઓફ ધ મંથમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. તેને મેન ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરની સાથે માત્ર 5199 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન પર બેન્ક ઓફર પણ આપવામાં આવી રહી છે. 

75 હજારવાળો 5G Samsung ફોન માત્ર 5199 રૂપિયામાં, એમેઝોન પર આ મહિનાની સૌથી મોટી ઓફર

નવી દિલ્હીઃ એમેઝોન પર આ મહિને ધમાકેદાર ડીલ ઓફ ધ મંથ આપવામાં આવી રહી છે. મહિનાની આ સૌથી મોટી ડીલમાં તમે Samsung Galaxy S20 FE ને MRP થી ખુબ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. 8જીબી રેમ અને 128જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનની કિંમત 74,999 રૂપિયા છે. એમેઝોન ડીલમાં તમે તેને 63 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 27,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. ફોન પર કંપની 1750 રૂપિયા સુધીનું બેન્ક ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. 

આ સિવાય આ ફોન 22800 રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસની સાથે તમારો થઈ શકે છે. જૂના ફોનના બદલે ફુલ એક્સચેન્જ મળવા પર આ ફોન 5199 રૂપિયામાં તમારો થઈ શકે છે. ધ્યાનમાં રહે કે એક્સચેન્જમાં મળનાર એડિશનલ ડિસ્કાઉન્ટ તમારા જૂના ફોનની કંડીશન અને બ્રાન્ડ પર નિર્ભર કરશે. 

ફીચર્સ અને સ્પેસિફિકેશન
ફોનમાં 6.5 ઇંચની Infinity-O Super AMOLED ડિસ્પ્લે મળશે. આ ફુલ એચડી+ડિસ્પ્લે 1080x2400 પિક્સલ રેઝોલુશન અને 120Hz ના રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોનમાં કંપની 8જીબી રેમ અને 128જીબીનું ઈન્ટરનલ સ્ટોરેજ ઓફર કરી રહી છે. પ્રોસેસર તરીકે તેમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની બેક પેનલ પર તમને એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ કેમેરા સેટઅપ જોવા મળશે. તેમાં 12 મેગાપિક્સલના મેન લેન્સની સાથે એક 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ અને એક 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ સામેલ છે. 

તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં તમને 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવશે. ફોનની બેટરી 4500mAh ની છે. તે 25 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોયડ 11 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ 5.0, વાઈફાઈ, 5G, 4G અને યૂએસબી ટાઈપ-સી પોર્ટની સાથે દરેક સ્ટાન્ડર્ડ ઓપ્શન આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news