Online Shopping: Amazon થી ખરીદી કરતા પહેલાં ચેતજો! નહીં તો કોથળામાંથી નીકળશે બિલાડું! આ કિસ્સો વાંચી લો

તાજેતરમાં જ એક મહિલાએ ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે તેણે 51 હજાર રૂપિયા આપીને (Amazon) થી Apple Watch Series 7 કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ડિલિવરી ઘરે આવી ત્યારે બોક્સમાંથી જે બહાર આવ્યું તે ચોંકાવનારું હતું.  

Online Shopping: Amazon થી ખરીદી કરતા પહેલાં ચેતજો! નહીં તો કોથળામાંથી નીકળશે બિલાડું! આ કિસ્સો વાંચી લો

નવી દિલ્લીઃ તાજેતરમાં જ એક મહિલાએ ટ્વિટર (Twitter) પર ખુલાસો કર્યો છે કે તેણે 51 હજાર રૂપિયા આપીને (Amazon) થી Apple Watch Series 7 કરવામાં આવી હતી પરંતુ જ્યારે ડિલિવરી ઘરે આવી ત્યારે બોક્સમાંથી જે બહાર આવ્યું તે ચોંકાવનારું હતું.
આજના સમયમાં આપણું મોટા ભાગનું કામ ઓનલાઈન થઈ રહ્યું છે અને શોપિંગ પણ તેમાંથી એક છે. ઘરે બેસીને, એક ક્લિક પર સામાનનો ઓર્ડર આપવો અને પછી તેને ઘરે પહોંચાડવો, તે એકદમ આરામદાયક છે. પરંતુ ક્યારેક આ આરામ મુશ્કેલીમાં પણ ફેરવાઈ શકે છે. તાજેતરમાં Amazon પર એક વપરાશકર્તાએ 51 હજારની કિંમતની એપલ વોચ (Apple Watch) મંગાવી હતી અને જ્યારે ડિલિવરી આવી ત્યારે તેમાથી જે પ્રોડક્ટક્ટ નીકળી તે તમને પરેશાન કરી દેશે.51 હજારની એપલ વોચ મંગાવી અને નીકળી આ વસ્તુ-
Mk Kaur નામની એક મહિલાએ ટ્વિટર પર એક ટ્વીટ કરીને જણાવ્યું કે, Amazon મારફતે 50 હજારનું પેમેન્ટ કરીને Apple Watch Series 7 નો ઓર્ડર આપ્યો પરંતુ તેમના ઘરે પેકેજ ડિલિવર કરવામાં આવ્યું તો તેમાથી એક નકલી એપલ વૉચ નીકળી. આ મહિલાએ આ વાતની ફરિયાદ Amazonને પણ કરી.

પેકેજમાં મળી નકલી એપલ વૉચ-
એમકે કૌરે ટ્વિટર પર ખુલાસો કર્યો કે જ્યારે તેણે પેકેજ ખોલ્યું, ત્યારે તે તેમાં રાખવામાં આવેલી એપલ વૉચને જોઈને સમજી ગઈ કે તે નકલી પ્રોડક્ટ છે. બોક્સમાં આપેલી ઘડિયાળની સ્ક્રીન પર એક મોટો સ્ક્રેચ હતો. તેના બેજેલ્સ ઘણા જાડા હતા જ્યારે એપલ વોચના બેજેલ્સ એકદમ પાતળા હોય છે. ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, બોક્સમાં આપવામાં આવેલી સ્માર્ટવોચની ડાયલ સાઈઝ 45mm હતી. તમને જણાવી દઈએ કે એપલ વોચની ડાયલ સાઈઝ 41mm હોય છે.એમેઝોનને કરી ફરિયાદ-
જ્યારે ગ્રાહકને આ નકલી પ્રોડક્ટ મળી તો તેણે તરત જ Amazon ને મેઈલ કરીને ફરિયાદ કરી. તેણે જણાવ્યું કે, Amazon ને ત્રણથી ચાર દિવસ સુધી મામલાની તપાસ કરી અને પછી મેઈલ લખી લીધો કે તેમના તરફથી સાચી પ્રોડક્ટ આપવામાં આવી હતી અને તેમના રેકોર્ડના હિસાબથી ડિવિલરી પણ સાચી પ્રોડક્ટની જ કરવામાં આવી છે. તેથી,  Amazon ન તો તેમને કોઈ રિફંડ આપી શકશે અને ન તો તે પ્રોડક્ટ બદલી શકશે. એમકે કૌરે આ પેકેજનો અનબોક્સિંગ વીડિયો પણ અપલોડ કર્યો હતો પરંતુ Amazon તે જોયો નહીં.

જલદી લગ્ન કરવાનો વિચાર હોય તો જરૂર કરો આ ઉપાય, ઘરમાં વાગશે શરણાઈ
તમને જણાવી દઈએ કે 91Mobilesનું કહેવું છે કે Amazon ના એક પ્રવક્તાએ તેમને જણાવ્યું છે કે, Amazon ગ્રાહકને તેમના સંપૂર્ણ 50,999 રૂપિયા પરત આપી રહ્યું છે. અને સાથે જ એક હજાર રૂપિયાના ગિફ્ટનું કાર્ડ પણ આપી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news