કોરોનાથી મળી રાહત, નવા કેસમાં 13 ટકાનો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 1072 મૃત્યુ

Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા અને 1072 લોકોના મૃત્યુ થયા છે. કાલની તુલનામાં આજે નવા કેસમાં 13 ટકાનો ઘટાડો થયો છે. 
 

કોરોનાથી મળી રાહત, નવા કેસમાં 13 ટકાનો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 1072 મૃત્યુ

નવી દિલ્હીઃ Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) મહામારીના મામલામાં કાલની તુલનામાં આજે મોટો ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે અને 1072 લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારની તુલનામાં શુક્રવારે નવા કેસમાં 13 ટકાનો ઘટાડો થયો છે. ગુરૂવારે એક લાખ 72 હજાર 433 કેસ સામે આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ હવે 9.27 ટકા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે. 

એક્ટિવ કેસ ઘટીને 14 લાખ 35 હજાર 569 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14 લાખ 35 હજાર 569 થઈ ગઈ છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે. આંકડા પ્મરાણે કાલે બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 4 કરોડ 17 હજાર 88 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. 

Active cases: 14,35,569
Death toll: 5,00,055
Daily positivity rate: 9.27%

Total vaccination: 168.47 crore pic.twitter.com/lOiJUwbueG

— ANI (@ANI) February 4, 2022

કર્ણાટક-કેરલમાં સૌથી વધુ કેસ
મહત્વનું છે કે કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 16 હજાર 436 નવા કેસ સામે આવ્યા અને 44 હજાર 819 દર્દી સાજા થયા છે. તો 60 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1 લાખ 48 હજાર 800 છે. તો કેરલમાં છેલ્લા 24 કલાકમાં 42 હજાર 677 નવા કેસ સામે આવ્યા છે અને 1144 લોકો સાજા થયા છે. આ દરમિયાન 37 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 69 હજાર 73 છે. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 16 લાખ 11 હજાર 666 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, આમ દેશમાં અત્યાર સુધી કુલ 73 કરોડ 58 લાખ 4 હજાર 280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.

અત્યાર સુધી 168 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 55 લાખ 58 હજાર 760 ડોઝ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી દેશમાં 168 કરોડ 47 લાખ 16 હજાર 68 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news