નવા વાયરસની એન્ટ્રી, 101 Apps બની ખતરો, તમારા ફોનમાં હોય તો કરી દેજો ડિલીટ
જો તમે પણ ગૂગલ પ્લે સ્ટોરથી આવી એપ ડાઉનલોડ કરે છે કે પછી તમારા ફોનમાં પહેલાથી હાજર છે, તો તમારે ચેક કરી લેવું જોઈએ કે તમારા ફોનમાં મેલવેયર ઇન્ફેક્ટેડ એપ્સ તો નથીને.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે એન્ડ્રોયડ ફોનનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે એક નવા પ્રકારના મેલવેયરની ઓળખ થઈ છે. જેણે ગૂગલ પ્લે સ્ટોર પર હાજર આશરે 100થી વધુ એપ્સને સંક્રમિત કરી દીધી છે. સિક્યોરિટી રિસર્ચર ડો. વેબ પ્રમાણે આ એપ્સને અત્યાર સુધી આશરે 400 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
પર્સનલ ડેટા ચોરી થવાનો આરોપ
આ મેલવેયરને જાહેરાત તરીકે પ્રસારિત કરવામાં આવ્યો છે. રિસર્ચર પ્રમાણે આ પ્રકારના સ્પાઈવેરને SpinOK તરીકે ઓળખવામાં આવે છે. તેને મિની ગેમની જે પણ રજૂ કરવામાં આવે છે. તેમાં યૂઝર્સને કેટલાક રિવોર્ડ્સ આપવામાં આવે છે. આ મેલવેયર દ્વારા પણ યૂઝર્સનો ડેટા ચોરી કરવામાં આવે છે. તે માટે યૂઝર્સની ડિવાઇસને રિમોટ સર્વિસ પર મોકલી દેવામાં આવે છે.
આવી 101 એપ્સની થઈ ઓળખ
આ મેલવેયરને એવી એપ્સમાં ઈન્સ્ટોલ કરવામાં આવે છે, જેનો યૂઝર્સ સૌથી વધુ ઉપયોગ કરે છે. ડો વેબનો દાવો છે કે તેના તરફથી આવી આશરે 101 એપ્સની ઓળખ કરવામાં આવી છે, જે ગૂગલ પ્લે સ્ટોર પર હાજર છે.
કેટલીક મુખ્ય એપ્સ
Noizz: video editor with music
Zapya – File Transfer, Share
VFly: video editor&video maker
MVBit – MV video status maker
Biugo – video maker&video editor
Crazy Drop
Cashzine – Earn money reward
Fizzo Novel – Reading Offline
CashEM: Get Rewards
Tick: watch to earn
તત્કાલ ભરો આ પગલા
રિપોર્ટ પ્રમાણે તો ગૂગલ પ્લે સ્ટોરથી આ એપ્સને હટાવી દેવામાં આવી છે. પરંતુ જો તમારા ફોનમાં આ એપ હોય તો તેને તત્કાલ અનઇન્સ્ટોલ કરી દો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે