Airtel ગ્રાહકો માટે ખુશખબર, ત્રણ મહિના સુધી ફ્રીમાં મળશે Netflix અને Amazon Prime
જો તમે એરટેલ યૂઝર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. એરટેલ પોતાના #AirtelThanks હેઠળ યૂઝરો માટે આકર્ષક ઓફર આપવાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે એરટેલ ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. એરટેલે પોતાના #AirtelThanks હેઠળ યૂઝરોને આકર્ષક ઓફર આપવાની જાહેરાત કરી છે. એરટેલ તરફથી આ પગલું પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે ભર્યું છે. હકીકતમાં આગામી સપ્તાહે રિલાયન્સ જિયો તરફથી ગીગાફાઇબરના પ્લાનની જાહેરાત થઈ શકે છે. તેવામાં એરટેલ તેની પહેલા જ યૂઝરોને ફ્રીમાં Netflix આપવાની કવાયત શરૂ કરી દીધી છે.
Netflix માટે કંપનીની નવી ઓફર
દેશમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા Netflix માટે કંપની નવી ઓફર લઈને આવી છે. Airtel હવે પોતાના V-Fiber યૂઝરોને Netflixમા ઓફર આપશે. Airtle V-Fiber કંપની તરફથી આપનારી બ્રોડબેન્ડ સર્વિસ છે. આ પહેલા #AirtelThanks એરટેલ સિમ યૂઝરો માટે હતું, પરંતુ હવે તેને V-Fiber બ્રોડબેન્ડ યૂઝરો માટે પણ આપવામાં આવી રહ્યું છે.
આ ત્રણ પ્લાન પર મળશે ફાયદો
આ રીતે યૂઝરને ત્રણ મહિના માટે Netflixનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવશે. જો તમારી પાસે Airtelનું V-Fiber છે કે તેને લેવાનું મન બનાવી રહ્યાં છો તો આ ઓફર તમને પણ પસંદ આવી શકે છે. ફ્રીમાં Netflixની ઓફર 1099 રૂપિયા કે તેનાથી ઉપરના પ્લાન પર લાગૂ છે. 1099 રૂપિયામાં મળનારા બેસ સ્પાન હેઠળ 100 Mbpsની સ્પીડ આપવામાં આવી છે અને તેમાં 300 જીપી ડેટા મળે છે. તેના માટે 500 જીબીનું રોલ ઓવર ઓફર છે. એટલે કે 6 મહિનામાં આ ડેટા પૂરો કરવાનો છે.
આ રીતે 1599 રૂપિયાના બીજા પ્લાન હેઠળ 300 Mbpsની સ્પીડ મળે છે, તેમાં 600 GBની ડેટા લિમિટ છે. આ પ્લાનમાં ડેટા રોલઓવર માટે 1000 GBની લિમિટ છે, જેમાં 6 મહિનામાં તમારે પૂરો કરવો પડશે. ત્રીજા પ્લાનમાં 100 Mbps સ્પીડની સાથે અનલિમિટેડ ડેટા મળે છે. આ પ્લાનની કિંમત 1999 રૂપિયા છે.
આ ત્રણ પ્લાનની સાથે Airtel Thanks હેઠળ યૂઝરને ત્રણ મહિના સુધી ફ્રી Netflix અને Amazon Prime Videoની સર્વિસ મળશે. આ સાથે એરટેલ ટીવીનું પ્રીમિયર સબ્સક્રિપ્શન અને Zee5 પણ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે