AC ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર પડી જશે પૈસા

નવું AC ખરીદતા સમયે લોકોના મનમાં અનેક શંકા અને સવાલ હોય છે. એવામાં તમારે આ ગરમીમાં નવું એસી ખરીદતાં પહલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આ અહેવાલમાં અમે તમને આ વાતની જાણકારી આપી રહ્યા છીએ.

AC ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર પડી જશે પૈસા

જયેશ જોશી, અમદાવાદઃ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. હળવી-હળવી ઠંડી પણ પડી રહી છે. તે દિવસ દૂર નથી જ્યારે લોકો પોતાના ઘરમાં AC પણ શરૂ કરી દેશે. પરંતુ તે પણ કહેવામાં આવે છે કે જ્યારે લોકો પોતાના માટે નવું AC ખરીદવા પર વિચાર કરે છે. પરંતુ નવું AC ખરીદતાં સમયે લોકોના મનમાં અનેક પ્રકારના સવાલ અને અને શંકા હોય છે. એવામાં તમને આ ગરમીમાં નવું AC ખરીદતાં પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આ અહેવાલમાં અમે તમને આ વાતની રજેરજની જાણકારી આપીશું.

પોતાના રૂમની સાઈઝ પ્રમાણે ખરીદો AC:
ACની કેપેસિટી હંમેશા રૂમની સાઈઝ પર નિર્ભર હોય છે. જો નાના રૂમ એટલે 100થી 120 સ્ક્વેર ફૂટ રૂમ માટે AC જોઈએ તો 1 ટનનું AC યોગ્ય છે. જ્યારે મોટા રૂમ માટે 1.5 ટનથી 2 ટનનું AC સારો વિકલ્પ છે.

ફ્લોર, તાપના પ્રમાણના આધારે પસંદ કરો AC:
ACને ખરીદવા માટે પહેલા તમારે ઘરનો માળ, કેટલો તાપ ઘરમાં આવે છે તે પણ જોઈ લેવું જોઈએ. જો તમે ટોપ 5 ફ્લોર પર રહો છો તો AC 0.5 ટનનું હોવું જોઈએ. જેનાથી તે સારું કૂલિંગ કરી શકે.

મેચ જોવા જતાં પહેલાં આટલું વાંચી લો, નહીં તો માથે પડશે ટિકિટના પૈસા અને નહીં મળે પ્રવેશ

સ્પ્લિટ કે વિન્ડો AC:
પોતાના રૂમ પ્રમાણે ACની પસંદગી કરો. તેની વચ્ચે મુખ્ય અંતર કિંમત અને ફિચર્સનું હોય છે. વિન્ડો AC સસ્તા હોય છે અને તેમાં કેટલીક સુવિધાઓ ઓછી હોય છે. જ્યારે સ્પ્લિટ AC ઓનબોર્ડ સ્લીપિંગ, ટર્બો કૂલિંગ વગેરે સુવિધાની સાથે હોય છે. તેની કિંમત વધારે હોય છે. સ્પ્લિટ AC કોઈપણ રૂમમાં ફિટ કરી શકાય છે. જોકે વિન્ડો AC માટે તમારે એક પ્રકારની બારીની જરૂરિયાત રહે છે.

BEE રેટિંગ:
માર્કેટમાં અનેક રેન્જના AC હોય છે. જે 5 સ્ટાર્સની સાથે આવે છે અને તેની કિંમત વધારે હોય છે. આવું એટલા માટે થાય છે કેમ કે તે એનર્જી એફિશિયેન્ટ હોય છે. તેનાથી વિજળીનું બિલ પણ વધારે આવતું નથી. એવામાં સારું એ રહેશે કે તમે 5 સ્ટાર ACને પસંદ કરો, પરંતુ આ ત્યારે નક્કી કરો કે જ્યારે તમારું બજેટ વધારે હોય. ન્યૂનતમ 3 સ્ટાર રેટિંગની પસંદગી કરો. તેનાથી નીચેની રેટિંગવાળા AC ખરીદવા યોગ્ય નથી.

Places To Visit In March: માર્ચમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન

ઈન્વર્ટર AC હોય છે શ્રેષ્ઠ:
જ્યારે પણ AC ખરીદો ત્યારે ઈન્વર્ટરવાળું જ ખરીદો. તે વિજળી ખર્ચને ઓછું કરે છે. સાથે જ એફિશિયન્સી પણ વધારે છે.

વધારે એર ફિલ્ટર્સની પસંદગી કરો:
કેટલાંક AC એવા હોય છે જે વધારે એર ફિલ્ટર્સની સાથે આવે છે. જેમાં ઓડર ફિલ્ટર, એન્ટી બેક્ટેરિયલ ફિલ્ટર વગેરેનો સમાવેશ થાય છે. જોકે તેના માટે તમારે કેટલાંક વધારે પૈસા ચૂકવવા પડશે. એવામાં તમારે જરૂરિયાત હોય તો આ એર ફિલ્ટર્સ લેવા જોઈએ.

Dandi March: સાબરમતી આશ્રમથી થઈ હતી સત્યાગ્રહની શરૂઆત, દુનિયાના દેશોના પ્રમુખો લઈ ચુક્યા છે આ સ્થળની મુલાકાત

સ્માર્ટ AC કે નોન-સ્માર્ટ AC:
કેટલાંક AC એવા પણ હોય છે જે વાઈફાઈ આધારિત હોય છે. અને અનેક વધારાના ફંક્શન હોય છે. તેમાં વોઈસ કમાન્ડ સપોર્ટ, શેડ્યૂલિંગ, ઓટો ટેમ્પરેચર કંટ્રોલ વગેરે હોય છે. જોકે વાઈફાઈ AC રેગ્યૂલર ACથી મોંધુ હોય છે. રેગ્યૂલર ACને સ્માર્ટ પ્લગ દ્વારા સ્માર્ટ ACમાં કન્વર્ટ કરવામાં આવી શકે છે. જેની કિંમત 800થી 1000 રૂપિયા સુધીની હોય છે.

નોઈસ લેવલના આધારે ACની પસંદગી કરો:
જો તમને શાંતિ પસંદ છે અને તમે તમારા બાળકના રૂમ માટે AC જોઈ રહ્યા છો તો તમારે એવું AC ખરીદવું જોઈએ. જેમાં ક્વાઈટ મોડ કે બ્રીજ મોડની સુવિધા હોય. તે પણ ધ્યાન રાખો કે સ્પ્લિટ ACની સરખામણીએ વિન્ડો AC વધારે અવાજ કરે છે.

HARIDWAR YATRA: હરિદ્વારના મંદિરોમાં અવાર નવાર કેમ થાય છે ચમત્કાર? જાણો બ્રહ્મકુંડ પાસે મળ્યા કોના પદ ચિન્હો...

ઘરના સભ્યોની સંખ્યાના આધારે ACની ક્ષમતા પસંદ કરો:
ધ્યાન રાખો કે જે રૂમમાં વધારે લોકો હોય છે તો ગરમી પણ વધારે લાગે છે. એવામાં તમારે મોટા AC કૂલિંગ યુનિટની જરૂર રહેશે.

કોપર કોઈલ હોય છે સર્વશ્રેષ્ઠ:
એવું AC ખરીદો જેમાં કોપર કોઈલ હોય. આ એલ્યુમિનિયમ કોઈલ વધારે એફિશિયેન્ટ હોય છે. સાથે જ તેને મેન્ટેન કરવું સરળ હોય છે.

Shivratri Special: ભગવાન ભોળાનાથને કરવા માંગો છો પ્રસન્ન, તો શિવ પૂજામાં આ વસ્તુનો ક્યારેય ન કરો ઉપયોગ

હીટરની સાથે આવે છે કેટલાંક AC:
માર્કેટમાં અનેક એવા AC છે, જે હીટરની સાથે આવે છે. એવામાં તમે હીટિંગ ફીચરવાળું AC પણ ખરીદી શકો છો. જોકે તે તમને મોંઘુ પડી શકે છે.

વધારાના ફીચર્સ:
પોતાની જરૂરિયાત પ્રમાણે વધારાના ફીચર્સની પસંદગી કરો. કંપની ACમાં ઓટો ક્લીન, સ્લીપ ટાઈમ સહિત અનેક પ્રકારના વધારાના ફીચર્સ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news