વડોદરા સોની પરિવારનો જીવ લેનારા જ્યોતિષીઓ પૈકી વધારે 2 જ્યોતિષીઓની ધરપકડ
સોની પરીવારના સામુહિક આત્મહત્યાનો મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. સમા પોલીસે બે જ્યોતિષની કરી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ 9 જ્યોતિષીઓનું નામ આ સમગ્ર કાંડમાં બહાર આવ્યું હતું. રાજસ્થાનથી બંને જ્યોતિષની ધરપકડ કરવામાં આવી છે. સોનિ પરીવાર પાસેથી વાસ્તુદોષ નિવારણના નામે 32 લાખ જેટલી રકમ પડાવી હતી. આખરે સોની પરિવારને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો.
Trending Photos
વડોદરા : સોની પરીવારના સામુહિક આત્મહત્યાનો મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. સમા પોલીસે બે જ્યોતિષની કરી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ 9 જ્યોતિષીઓનું નામ આ સમગ્ર કાંડમાં બહાર આવ્યું હતું. રાજસ્થાનથી બંને જ્યોતિષની ધરપકડ કરવામાં આવી છે. સોનિ પરીવાર પાસેથી વાસ્તુદોષ નિવારણના નામે 32 લાખ જેટલી રકમ પડાવી હતી. આખરે સોની પરિવારને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો.
નવ જ્યોતિષીઓના નામ મૃતક ભાવિન સોનીએ પોલીસને આપ્યા હતા. સીતારામ ઉર્ફે સાહિલ ભાર્ગવ અને ગજેન્દ્ર ઉર્ફે અમિત ભાર્ગવની પોલીસે દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં સોની પરિવારે જ્યોતિષીઓના ચક્કરમાં લાખો ગુમાવ્યો, અને છેવટે આખા પરિવારને સામૂહિક આત્મહત્યાનો વારો આવ્યો. સોની પરિવારનો પુત્ર ભાવિન સોનીએ મરતા પહેલા 9 જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. જેથી વડોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ કેસમાં એવો વળાંક આવ્યો છે કે, પોલીસ પકડથી દૂર રહેવા તમામ જ્યોતિષી રાજસ્થાન ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં સોની પરિવારના 6 સભ્યોના આપઘાત મામલે સમા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સોની પરિવારને વ્યાજના ચક્કરમાં ભેરવનાર તમામ જ્યોતિષીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસની એક ટીમ રાજસ્થાન જઈ તપાસ કરી રહી છે. કેસમાં નામ ખૂલતા જ તમામ જ્યોતિષીઓ રાજસ્થાન ભાગી ગયા છે. ત્યારે પોલીસે રાજસ્થાન તરફ તપાસના ઘોડા દોડાવ્યા છે.
ભાવિન સોનીએ મરતા પહેલા તમામ લેભાગુ જ્યોતિષીઓના નામ આપ્યા હતા. જોકે, પોલીસે તમામ જ્યોતિષીઓને પકડવા દરોડા પાડ્યા હતા. જોકે, તમામ રાજસ્થાન ફરાર થઈ ગયા છે. જોકે, પોલીસને આ જ્યોતિષીઓને પકડવા માટે જલ્દી જ સફળતા મળશે તેવુ લાગી રહ્યું છે. સમા પોલીસે વડોદરા અને અમદાવાદના હેમંત જોષી(રહે-ગોત્રી કેનાલ,વડોદરા), સ્વરાજ જ્યોતિષી, પ્રહલાદ, દિનેશ, સમીર જોષી, સાહિલ વ્હોરા, વિજય જોષી, અલ્કેશ સહિતના જયોતિષીઓની સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે, પરંતુ તેમનો કોઈ જ પત્તો મળી શકયો ન હતો. હાલ પોલીસે તેમના લોકોના મોબાઈલ લોકેશનની તપાસ કરી, જ્યાં તમામ રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, તમામ જ્યોતિષી રાજસ્થાનના રહેવાસી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે