5G India: આ શહેરોમાં સૌથી પહેલા આવશે 5G!, જાણો લોન્ચ ડેટ અને અન્ય માહિતી
5G India: 5G સેવાની ભારતમાં આતૂરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આવો જાણીએ ભારતમાં ક્યા દિવસે 5જી સેવા શરૂ થવાની છે અને સૌથી પહેલા ક્યા શહેરના લોકોને આ સેવાનો લાભ મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ First Cities getting 5G in India: 5G સર્વિસને લઈને ઘણા સમયથી સમાચાર સામે આવી રહ્યાં છે અને હાલમાં પ્રાઇવેટ ટેલીકોમ કંપનીઓએ 5જી સ્પેક્ટ્રમની હરાજીના પ્રથમ ફેઝને પૂરો કરી લીધો છે. તે વાતને લઈને કન્ફ્યૂઝન ચાલી રહ્યું છે કે ભારતમાં 5જી સેવાઓ ક્યા દિવસે શરૂ કરવામાં આવશે, તેની કિંમત કેટલી હોઈ શકે છે. ક્યા શહેરોમાં સૌથી પહેલા 5જી રોલઆઉટ કરવામાં આવશે. આવો આ તમામ સવાલોના જવાબ જાણીએ.
આ દિવસે રોલઆઉટ થઈ શકે છે 5G સેવાઓ!
જ્યાં સુધી 5જી સેવાઓને 15 ઓગસ્ટે લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યાં હતા, પરંતુ આ સેવા 29 સપ્ટેમ્બરે 5જી સેવા ચાલુ થઈ શકે છે. હકીકતમાં 29 સપ્ટેમ્બરે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2022 નું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. અહેવાલ પ્રમાણે આ તકે 5જી સેવાઓને પણ જારી કરવામાં આવશે.
ક્યા શહેરોને સૌથી પહેલા મળશે 5G
આવો જાણીએ કે દેશના ક્યા શહેરોમાં સૌથી પહેલા 5જી સેવા શરૂ થવાની છે. પ્રથમ ફેઝમાં અમદાવાદ, ગાંધીનગર, ગુરૂગ્રામ, બેંગલુરૂ, બેંગલુરૂ, ચંદીગઢ, ચેન્નઈ, હૈદરાબાદ, જામનગર, કોલકત્તા, લખનઉ, મુંબઈ અને પુણે આ તે શહેર છે, જ્યાં સૌથી પહેલા 5જી સેવા શરૂ થઈ શકે છે. આ શહેરોમાં રહેનાર લોકોને 5જી સેવાનો સૌથી પહેલા લાભ મળશે.
ભારતમાં 5જીની કિંમત
5G ની કિંમત સાથે જોડાયેલા ઘણા રિપોર્ટ સામે આવી રહ્યાં છે, જ્યાં એક હિસાબથી 5ની કિંમત ભારતમાં 4જીથી વધુ હોઈ શકે છે, તો બીજી તરફ 4જી અને 5જીની કિંમત એક જેવી હશે. એરટેલના સીઈઓએ કહ્યું કે, ભારતમાં તે 5જી સેવા થોડી મોંઘી રહી શકે છે. તમને જણાવી દઈએ કે હાલ 5જીની કિંમત વિશે વધુ જાણકારી સામે આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે