માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં 5 નવી SUV, કિંમત 10 લાખથી ઓછી, ખરીદવા તૂટી પડશે ગ્રાહક!

ભારતમાં સૌથી વધુ કારનું વેચાણ કરનારી મારૂતિ સુઝુકીથી લઈને મહિન્દ્રા જેવી કંપની આગામી કેટલાક મહિનામાં નવી એસયુવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અપકમિંગ કારની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી રહી શકે છે. 

માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં 5 નવી SUV, કિંમત 10 લાખથી ઓછી, ખરીદવા તૂટી પડશે ગ્રાહક!

નવી દિલ્હીઃ જો તમે પણ નજીકના ભવિષ્યમાં કાર લેવાનો પ્લાન કરી રહ્યાં છો અને તમારૂ બજેટ 10 લાખ રૂપિયાથી ઓછું છે તો આ સમાચાર તમારા માટે છે. આગામી કેટલાક મહિનામાં ઘણી કંપનીઓ પોતાની નવી SUV લોન્ચ કરવાની છે. આ લિસ્ટમાં કેટલીક નવી કાર છે તો કેટલીક કારોનું અપડેટેડ વર્ઝન. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અપકમિંગ એસયુવીની કિંમત 10 લાખ રૂપિયાની અંદર રહેવાની છે. તેમાં ભારતમાં સૌથી વધુ કારનું વેચાણ કરનારી મારૂતિ સુઝુકીથી લઈને મહિન્દ્રા સુધી સામેલ છે. આવો જાણીએ અપકમિંગ એસયુવી વિશે..

Kia Clavis
કિયા વર્ષ 2025માં અપકમિંગ ક્લેવિસને લોન્ચ કરી શકે છે. ક્લેવિસ લાઇનઅપમાં સોનેટ અને સેલ્ટોસ વચ્ચે સ્થિત હશે. નોંધનીય છે કે અપકમિંગ કોમ્પેક્ટ એસયુવીનું ટેસ્ટ મ્યૂલ હાલમાં કોરિયામાં જોવા મળ્યું હતું. જ્યારે ક્લેવિસ 2024ના અંત સુધી ગ્લોબલી ડેબ્યૂ કરશે. કોડનેમ AY વાળી અપકમિંગ ઈવી અને ICE એન્જિન બંનેમાં આવશે. 

New Skoda Compact SUV
ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્કોડા આગામી વર્ષે પોતાની નવી કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરવાની છે. તેને ઘરેલૂની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં નિર્યાત માટે ભારતમાં નિર્મિત કરવામાં આવશે. અપકમિંગ કાર MQB A0 IN પ્લેટફોર્મ પર બેસ્ડ હશે. કારનું એન્જિન 1.0-લીટર TSI થી લેસ હશે જે 115 bhp નો પાવર અને 178 Nm નો પીક ટોર્ક જનરેટ કરશે. 

Maruti Suzuki Micro SUV
મારૂતિ સુઝુકી ભારતીય બજારમાં એક નવી એસયુવી લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેની ટક્કર ટાટા પંચ અને હ્યુન્ડઈ એક્સટર જેવી એસયુવી સાથે થશે. આ કાર આગામી વર્ષે લોન્ચ થવાની આશા છે. પરંતુ કોડનેમ Y43 વાળી અપકમિંગ મારૂતુ સુઝુકી માઇક્રો એસયુવી વિશે વધુ જાણકારી સામે આવી નથી. આ કારની કિંમત 10 લાખ રૂપિયાની અંદર રહી શકે છે. 

Mahindra XUV300 Facelift
મહિન્દ્રા જલ્દી ફેસલિફ્ટેડ XUV300 ને લોન્ચ કરવાની છે. આ સબ-4-મીટર એસયુવીને ભારતી રસ્તા પર ઘણીવાર જોવા મળી છે. કારમાં એક ફ્રી-સ્ટેન્ડિંગ 10.25 ઇંચ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. મહિન્દ્રા XUV300 ફેસલિફ્ટ 1.5 લીટર ટર્બો ડીઝલ, 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને 1.2 લીટર tGDi પેટ્રોલ યુનિટની સાથે યથાવત રહેશે. 

Toyota Taisor
ટોયાટા જલ્દી પોતાની નવી એસયુવી ટેસરને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. ટોયાટા ટેસર 1.2 લીટર K12C એન્જિનથી લેસ હશે જે 1.0 લીટર બૂસ્ટરઝેટ ટર્બો પેટ્રોલ મોટસની સાથે પેટ્રોલ અને સીએનજી વિકલ્પોની સાથે ઉપલબ્ધ છે. ડિઝાઇનના મામલામાં બમ્પર, ફ્રંટ ગ્રિલ અને એલોય વ્હીલમાં થોડા ફેરફાર થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news