સ્વાઇન ફ્લુ News

ખેડૂતો સાવધાન! ગુજરાતમાંથી મળી આવ્યો સ્વાઇન ફ્લુથી પણ જીવલેણ વિચિત્ર રોગ
ગુજરાતમાં પહેલી વાર સુરતની વિનસ હોસ્પિટલમાં મિલિઓઇડોસિસ નામના રોગના બેક્ટેરિયા એક દર્દીના પરુમાંથી શોધી કાઢવામાં આવ્યા છે. નવસારીના 58 વર્ષના નિવૃત્ત શિક્ષક છેલ્લા બે મહિનાથી ઉધરસ, તાવ, ભૂખ ન લાગવી અને વજનમાં ઘટાડો થવો જેવી સમસ્યાથી પીડાતા હતા. જેથી તેમણે સુરતની વિનસ હોસ્પિટલમાં સારવાર લેવાનું નક્કી કર્યું. જોકે, સારવાર દરમિયાન હોસ્પિટલના ફિઝિશિયન ડો. નિખિલ જરીવાલાને ફેફસાંમાં પરુ જણાતાં પરુ કાઢી હોસ્પિટલની લેબમાં મોકલવામાં આવ્યું અને તપાસ કરવામાં આવતાં માઇક્રોબાયોલોજિસ્ટ ડો. ફેનિલ મુનીમે મિલિઓઇડોસિસ રોગના બેક્ટેરિયા હોવાનું શોધી કાઢ્યું હતું. હોસ્પિટલ દ્વારા તરત જ જિલ્લા એપિડેમિક ઓફિસરને જાણ કરવામાં આવી હતી. પરુની તપાસ સરકારી લેબમાં કરી ખાતરી કરવામાં આવતાં વાત સાચી સાબિત થઈ હતી. ત્યાર બાદ સેન્ટર ફોર ઇમેજિંગ એન્ડ ટ્રોપિકલ ડિસીઝ, કર્ણાટક ખાતે પણ તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવતાં મિલિઓઇડોસિસ રોગના જ બેક્ટેરિયા હોવાનું ફલિત થયું હતું. સેન્ટર ફોર ઇમેજિંગ એન્ડ ટ્રોપિકલ ડિસીઝના ડોક્ટર ચિરંજય મુખોપાધ્યાયે પણ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં નોંધાયેલો આ પહેલો કેસ છે.
Jan 17,2020, 19:17 PM IST

Trending news