આજી નદી જળબંબાકાર News

ઉપરવાસમાં વરસાદથી આજી નદી જળબંબાકાર, રાજકોટ-જેતપુરમાં ઘરોમાં કમર સુધી પાણી
રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી જળ બંબાકાર થઈ હતી. સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગને વરસાદી જળાભિષેક થઈ રહ્યો છે. મેયર બીનાબેન આચાર્યએ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં પાણી ભરાયા હતા. ફાયર વિભાગની ટીમ પણ નીચાણવાળા વિસ્તારમાં તૈનાત કરી દેવાઈ છે. રાજકોટના રામનાથ પરા, બેડીપરા, ભગવતીપરા સહિત 5 જેટલા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. લોકોને આજી નદીના પટ તરફ ન જવા રાજકોટ મનપા તંત્રએ સૂચના આપી દીધી છે. જરૂર પડે તો લોકોનું સ્થળાંતર કરવા ફાયરના જવાનો તૈયાર છે. 
Aug 7,2020, 7:33 AM IST

Trending news