Winte News

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, આ વર્ષે આકરી ઠંડી માટે તૈયાર રહેજો
ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. તો હજુ આગામી સમયમાં ઠંડી (coldwave) નો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી. ગાંધીનગર અને નલિયામાં લધુત્તમ 17 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે.
Oct 30,2021, 7:20 AM IST

Trending news