Two kidneys News

બે કિડનીનું શું કરશો એક કિડની પર પણ જીવી શકાય, એક કિડની વેચો અને કરોડપતિ બનો! જુઓ કૌ
થોડા સમય પહેલા સુરતમાં કિડની કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પીટલોના નામની ફેક વેબસાઇટ બનાવડાવી કિડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી જાહેરાતો આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં જાહેરાત વાઈરલ કરી આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડીથી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી રૂપીયા પડાવવામાં આવતાં હતાં. આ અંગે એક યુવકે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જેમાં સમગ્ર મામલો સામે આવ્યાં બાદ સાઇબર ક્રાઇમ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. જેની વધુ તપાસ હાથ ધરીને મુખ્ય નાઇજીરીયન આરોપીને હરીયાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. 
Aug 31,2021, 18:50 PM IST

Trending news