Tourism destination management News

મુખ્યમંત્રીનાં હસ્તે કચ્છમાં બે દિવસીય ટુરિઝમ સમિટનું ઉદ્ધાટન
 સરહદી કચ્છ જિલ્લો ગુજરાત ટુરિઝમનું હબ બન્યો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિથી ધોરડોનું શ્વેત રણ માત્ર દેશ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. અને દેશ-વિદેશમાંથી પ્રતિવર્ષ લાખો પ્રવાસીઓ ધોરડોના સફેદ રણની મુલાકાત માટે કચ્છ અને ગુજરાતમાં આવતા થયા છે. ત્યારે આજે ધોરડો ખાતે બે દિવસીય ટુરિઝમ ડેસ્ટીનેશન મેનેજમેન્ટની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી પ્રહલાદભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય કોન્ફરન્સ ખુલ્લી મુકાઈ હતી. આ બે દિવસીય ટુરિઝમ સમિટમાં દેશના 17 રાજ્યના પર્યટન સચિવો સહિતના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઢળતી સાંજે આ કોન્ફરન્સને ખુલ્લી મુક્યા બાદ મહાનુભાવોએ ધોરડોના સફેદ રણમાં સનસેટ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી પ્રહલાદભાઈ પટેલે ધોરડોના શ્વેત રણને પુરૂષાર્થ સાથે બનાવવામાં આવેલું સ્થળ ગણાવ્યુ હતું. તેમણે સફેદ રણ થકી કચ્છના થયેલા વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. 
Feb 13,2020, 23:52 PM IST

Trending news