Termites News

જેનાથી તમે દૂર ભાગો છો, તેને શોખથી ખાય છે લોકો; ભારતમાં પણ એક એવી જગ્યા જ્યાં ખાય છે
Shocking: દુનિયાભરમાં અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રકારના લોકો વસવાટ કરે છે. દરેકની અલગ અલગ પ્રકારની રહેણીકહેણી છે તો તેમની ખાણી પીણી પણ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. ત્યારે આજે અમે તમને એવા લોકો વિશે જણાવી રહ્યા છીએ કે, જેમની રહેણીકેહણી તો ઠીક પણ ખાણીપીણી વિશે જાણીને તમને આઘાત લાગશે અને કહેશો દુનિયામાં આવા લોકો પણ રહે છે. તમને જાણીને અજીબ લાગશે પરંતુ કેટલાક લોકો છે જેઓ તિત્તીધોડા, વીંછી, ક્રિકેટ જેવી વસ્તુઓ ખાઈને જ તેમનું ગુજરાન ચલાવે છે. જોકે, કોરોનાની શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તે ચીનના લોકોના ચામાચીડિયા ખાવાથી ફેલાય છે. પરંતુ તેમ છતાં પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુએન એવા જીવોને ખાવાને પ્રોત્સાહન આપી રહ્યા છે. WHO આ જંતુઓને મીટનો વિકલ્પ માને છે અને તેને ખાવાની મંજૂરી આપવામાં આવે છે. તેમને જણાવી દઈએ કે આવા જીવામાં પ્રોટીન મોટા પ્રમાણમાં હોય છે. આવો તમને જણાવીએ કેટલાક દેશોની અજીબોગરીબ ખાણીપીણી વિશે.
Jul 22,2022, 23:54 PM IST

Trending news