Suspicion News

AHMEDABAD: મંગેતરના આડા સંબંધોની આશંકામાં યુવકને જાહેરમાં રહેંસી નાખનારા ઝડપાયા
મેઘાણીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ મંગેતરના યુવક સાથે આડાસંબંધ હોવાની આશંકાને પગલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે.ફોટોમાં દેખાતા ઈસમોના નામ છે અલ્પુ પટણી અને સાહીલ પટણી.આ બંને ઈસમોએ પોતાના અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવતા મિત્રો સાથે ભેગા મળીને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હિતેશ પટણી નામના યુવકની સરેઆમ હત્યા નિપજાવી હતી. મહત્વનું છે કે આરોપી અલપુ પટણીની મંગેતરના તેના ઘરની પાડોશમાં રહેતા હિતેશ પટણી સાથે આડા સંબંધ હોવાની આશંકાએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
Jul 15,2021, 22:41 PM IST

Trending news