Support of caa News

અમદાવાદ: શાહીબાગમાં CAAના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું
શહેરના શાહીબાગ વિસ્તાર ખાતે સીએએના સમર્થનમાં રાજસ્થાની સમાજ અને અસારવા ભાજપ ના સંયુક્ત નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ જોડાયા હતા. ધારાસભ્ય પ્રદીપ પરમારે ટુકડે ગેંગ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ વધુમાં કહ્યું હતું કે, દેશ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે છે. કેટલાક લોકો દેશમાં ખોટી વાતો કરીને સામજિક સદભાવ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ તેમાં નાકામ થયા છે. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા અને સીએએના સમર્થનના બેનર પણ પ્રદર્શિત કર્યા હતા.
Jan 26,2020, 23:10 PM IST
CAAના સમર્થનમાં વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે મહાસંમેલન યોજાયું
વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે CAA નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત  ગિરસોમનાથ જિલ્લાનું સંમેલન યોજાયું. જેમા મુખ્ય વક્તા તરીકે કીસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. CAA  નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત  ગિર સોમનાથ જિલ્લાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. કેન્દ્રની મોદી સરકારે આ મહત્વના નિર્ણયને સંમેલનમાં ઉપસ્થિત સૌ લોકોને યોગ્ય માર્ગદર્શન આપી રજુ કરેલ મુખ્ય વક્તા બાબુભાઇ જેબલિયા દ્વારા જણાવવામાં આવ્યું કે, CAA  નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં સૌ ભારતીયો એક પત્ર લખી સમર્થનમાં સહભાગિ બંને તેવી અપીલ કરી છે. આ સંમેલનમાં સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી રાજેશભાઇ ચુડાસમા સહીત પાર્ટીના તમામ પદાધિકારીઓ, પ્રબુદ્ધ  નાગરિકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, હાજર રહ્યા હતા. 
Dec 27,2019, 20:32 PM IST

Trending news