Sarathana News

સુરત: રોંગ સાઇડમાં ફૂલ ઝડપે દોડતી બસોના વિરોધમાં સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા
સુરતના સરથાણા વિસ્તારમા આવેલી પાર્વતીનગર સોસાયટીના રહીશોએ અગાઉ લકઝરી બસના ત્રાસ અંગે ટ્રાફિક વિભાગને જાણ કરી હતી. છેલ્લા છ મહિનાથી લકઝરી બસના ડ્રાઇવરો રોંગ સાઇડ પર આવી ફુલ સ્પીડે જતા હોવાની ફરિયાદો મળી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોને અકસ્માતની પણ ભીંતી સેવી રહી હતી. આખરે ગત મોડી રાત્રે 12 વાગ્યાના અરસામા પાર્વતીનગરના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લકઝરી બસોને રસ્તા પર જ રોકી નાખી હતી. લકઝરી બસ રોકતા જ ડ્રાઇવરો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બનાવની જાણ થતા જ સરથાણા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. પોલીસે આ બનાવમા લકઝરી ચાલક વિરુધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
May 1,2019, 12:05 PM IST

Trending news